12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

હીટવેવ બની રહ્યું છે પ્રાણઘાતક

  • દેશમાં ૫૦ વર્ષમાં હીટવેવથી ૧૭ હજારના મોત
  • હવામાન સાથે સંકળાયેલા વિજ્ઞાનિકોના અભ્યાસમાં દાવો
  • હવામાન સંલગ્ન અસરો માનવી પર થઇ છે તેમાં હીટવેવ ટોચના સ્થાને
  • હીટવેવથી સૌથી વધુ મોત આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને ઓડિશામાં થયા

એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતમાં છેલ્લા 50 વર્ષમાં હીટવેવને કારણે 17 હજાર લોકોના મોત નિપજ્યા છે. 1971થી 2019 દરમિયાન દેશમાં હીટવેવની 706 ઘટનાઓ સામે આવી હતી. દેશના ટોચના હવામાન સાથે સંકળાયેલા વિજ્ઞાનીકો દ્વારા એક અભ્યાસના આધારે આ આંકડા એકઠા કરવામાં આવ્યા હતા. જેમાં દેશમાં હીટવેવની શુ અસર રહી તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. 

દેશના ટોચના હવામાન સાથે સંકળાયેલા વિજ્ઞાનીકો દ્વારા એક અભ્યાસના આધારે હીટવેવના આંકડા એકઠા કરવામાં આવ્યા હતા. જેમાં દેશમાં હીટવેવની શુ અસર રહી તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.  આ રીસર્ચ પેપરને અર્થસાયન્સ મંત્રાલયના સેક્રેટરી એમ. રાજીવન, વિજ્ઞાનિક કમલજીત રેય, એસ.એસ.રેય, આર.કે.ગીરી અને એ.પી.દિમરી દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. આ પેપરના મુખ્ય ઓથર કમલજીત રેય છે.જેટલી પણ હવામાન સંલગ્ન અસરો માનવી પર થઇ છે તેમાં હીટવેવ ટોચના સ્થાને છે. છેલ્લા 50 વર્ષમાં 1971-2019 એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટની ઘટનાઓને કારણે 1,41,308 લોકોના મોત નિપજ્યા હતા. જેમાં હીટવેવથી જ 17362 લોકો હીટવેવને કારણે મોતને ભેટયા હતા. જે હવામાન સંલગ્ન ઘટનાઓથી મૃત્યુ પામેલાની સરખામણીએ 12 ટકા છે. હીટવેવથી સૌથી વધુ મોત આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને ઓડિશામાં થયા હતા. કોર હીટવેવ ઝોન (સીએચઝેડ) હીટવેવ માટે સૌથી પ્રોન એરિયા માનવામાં આવે છે. આ એરિયામાં પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તેલંગાણાનો સમાવેશ થાય છે.  ઉત્તર ભારતમાં હીટવેવની સૌથી વધુ અસર જોવા મળે છે.અનેક ભાગોમાં આ સપ્તાહે જ તાપમાન 40 ડીગ્રી સુધી પહોંચી ગયું હતું. 

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: