23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

ટેકનો ફાઈ ફુડ પ્રોડક્શન કંપનીની ઘોર બેદરકારી

  • ટેકનો ફાઈ ફુડ પ્રોડક્શન કંપનીની ઘોર બેદરકારીના કારણે ખેડૂતો થયા પાયમાલ
  • કડી તાલુકાના વડપુરા ગામ પાસે આવેલી છે ટેકનો ફાઈ ફુડ પ્રોડક્શન કંપની
  • ગેસની પાઇપ લાઇન લીકેજ થતાં ખેતરમાં વાવેલા 4000 હજાર છોડ બળીને થયા ખાખ
  • ખેડૂતો દ્વારા કંપનીના માલિકોને કરાઈ લેખિત તેમજ મૌખિક રજુઆત
  • અનેક રજુઆતો છતાં ઉકેલ ન મળતા ખેડૂતોને નુકસાની વેઠવાનો આવ્યો વારો      

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વડપુરા ગામ પાસે ટેક્નો ફાઇ ફ્રડ નામની કંપની આવેલી છે. આ કંપનીમાં કોઈ અગમ્ય કારણોસર બોઇલરના બાજુમાંથી પ્રસાર થતી ગેસની પાઇપ લાઇન લીકેજ થતા આગ ફાટી નીકળી  હતી. તેમજ આ આગ આજુબાજુના ખેતરોમાં પ્રસરતા 150 ચીકુડીના છોડ, લીંબુડીઓ, લીમડા, પૈપયા, ધાસચારો, હજારીગલ જેવા લગભગ 4000 જેટલા હજાર છોડ બળીને રાખ થઈ ગયા હતા. જે અંગે ખેડૂતો દ્વારા કંપનીના માલિકને અનેક લેખિત તેમજ મૌખિત રજુઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન મળતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.  

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વડપુરા ગામ પાસે ટેક્નો ફ્રાઈ ફૂડ નામની કંપનીમાં બોઇલરના બાજુમાંથી પ્રસાર થતી ગેસની પાઇપ લાઇન લીકેજ થતા આગ ફાટી નીકળી હતી. તેમજ આ આગ આજુબાજુના ખેતરોમાં પ્રસરી હતી. જયારે પ્રવાહી અને ધુમાડો બંધ થતા ખેતર માલિક અને ખેતરના ભાગીયાઓ ખેતરમાં આવીને ખેતરની કંડિશન જોતા આઘાતમાં સરી પડ્યા હતા. કારણ કે આ ખેતરમાં 150 ચીકુડીના છોડ તેમજ લીંબુડીઓ, લીમડા, પૈપયા, ધાસચારો, હજારીગલ જેવા અંદાજે 4000 જેટલા હજાર છોડ બળીને ખાખ થઈ ગયા હતા, વધુમાં ખેતરના માલિકના જણાવ્યા મુજબ કંપનીના માણસો ખેતરના માલિકોની કોઈ પણ પ્રકારની મંજુરી લીધા વિના ખેતરમાં આવી ફોટોગ્રાફી કરી ગયા હતા. તેમજ ખેડૂત અરવિંદભાઇ પટેલના જણાવ્યા મૂજબ આ અગાઉ પણ કેટલીક વાર ટેક્નો કંપનીથી અવારનવાર તેઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.  તેમજ કંપનીના કારણે ગામમાં દુર્ગંધ તેમજ પ્રદૂષણના કારણે આખું ગામ હેરાન પરેશાન થઇ ઉઠ્યું છે. આસપાસના ખેડૂતો દ્વારા કંપનીના માલિકોને અનેક રજુઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન મળતા કંપનીના માથા પર ઉચ્ચકક્ષાના રાજકીય તેમજ સરકારી અધિકારીઓ હાથ હોય તેવું વર્તાઈ રહ્યું છે. જેને કારણે ખેડૂતોને હાલ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

વિશાલ ઠાકોર લાઈવ ગુજરાત ન્યુઝ કઙી

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: