31 C
Ahmedabad
Sunday, November 28, 2021
spot_imgspot_img

Latest Posts

સરકારે ફેરવી સામાન્ય જનતાના ખિસ્સા પર કાતર

  • ડીઝલ-પેટ્રોલ પર સરકારે લોકોના ખિસ્સા કાપ્યા
  • પેટ્રોલ પર પ્રતિ લીટર 2.5  રૂપિયા સેસ
  • ડીઝલ પર પ્રતિ લીટર 4 રૂપિયા સેસ
  • પેટ્રોલ-ડીઝલના ભાવ પહેલાથી જ ઓલ ટાઈમ હાઈ સપાટીએ  

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૧ -૨૨નુ બજેટ રજુ કર્યું હતું. જેમાં તેમણે પેટ્રોલ-ડીઝલ પર સેસ લગાવવાની જાહેરાત કરી હતી તેની સાથે જ ઓલ ટાઈમ હાઈ સપાટીએ પોહ્ચેલા પેટ્રોલ અને ડીઝલના ભાવનો વિકાસ યથાવત્ આગેકુચ કરતો રહેશે અને લોકોના ખિસ્સા પર કાતર ફરતી રહેશે.

વધુમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજુ કરતી વખતે પેટ્રોલ પર પ્રતિ લીટર ૨.૫ રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લીટર ૪ રૂપિયા કૃષિ સેસ લગાવવાની જાહેરાત કરી હતી.જેની સાથે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તેજીનો માહોલ યથાવત રાખવાનું આયોજન પર તેમણે કરી દીઘું હતું.પેટ્રોલ-ડીઝલના ભાવ પહેલાથી જ ઓલટાઈમ હાઈ સપાટીએ છે.મનોરંજન અને આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૯૨.૮૦ રૂપિયા પ્રતિ લીટરના સ્તરે પોહચી ગયો છે જયારે ડીઝલનો ભાવ ૮૩.૩૦ રૂપિયા  થઇ ગયો છે. સીતારમણે કહ્યું હતું કે પેટ્રોલ પર ૨.૫ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર ૪ રૂપિયા પ્રતિ લીટરનું ફાર્મ ઇન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ડેવલોપમેન્ટ સેસલગાવવાનો પ્રસ્તાવ બજેટમાં કર્યો છે.જેનાથી મોધવારી વધવાની આશંકા છે કારણ કે ડીઝલ મોઘું થવાથી ટ્રકોનું ભાડું પણ વધશે.જો કે સીથારમને કહ્યું હતું કે ગ્રાહકો પર સમગ્ર રૂપથી કોઈ વધારાનો બોજ નહિ પડે. અત્રે એ ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં સરકારની તિજોરી ખાલી છે અને આવક પર ગંભીર વિપરીત અસર થઇ છે .ત્યારે શક્ય તેટલી વધારે રકમ એકત્ર કરવાના પ્રયાસ સરકાર કરી રહી છે પરંતુ તેમાં આખરે તો સામાન્ય જનતાનું જ ખિસ્સું ખાલી થવાનું છે જેથી ફરી એકવખત અર્થતંત્ર મંદી તરફ જશે તો નવાઈ નહિ.ગત બજેટમાં સરકારે આરોગ્ય અને શિક્ષણ સેસ થકી ૨૬૧૯૨ કરોડ રૂપિયા એકત્ર કરવાની જોગવાઈ બજેટમાં રાખી હતી.આમ પેટ્રોલ-ડીઝલના ભાવના વિકાસની આગેકુચ થકી આવક વધારવાની યોજનાને સફળ બનાવવાની જોગવાઈ સરકારે બજેટમાં કરી દીઘી છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: