19 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

G-7 શિખર પરિષદ ની આજથી થશે શરૂઆત

  • જી-7 શિખર પરિષદની આજથી થશે શરૂઆત
  • પીએમ મોદી આમંત્રિત સભ્ય તરીકે વર્ચ્યૂઅલી લેશે ભાગ
  • જી-7 રાષ્ટ્રોની શિખર પરિષદ દરમિયાન એકમેકની સાથે વ્યક્તિગત યોજશે બેઠકો

જી 7 શિખર પરિષદની આજથી  શરુ થવા જઈ રહી છે.  બ્રિટનના કૉર્નવોલસ્થિત કોર્બિસ બે રિસોર્ટમાં આજે એટલે કે 11 જૂનથી શરૂ થઈ રહેલી જી-7 શિખર પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આમંત્રિત સભ્ય તરીકે વર્ચ્યૂઅલી ભાગ લેશે.આ વર્ષે ભારત ઉપરાંત દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કોરોના ના સંક્રમણ ને કારણે અમેરિકાના પ્રમુખ જો બાઇડન અને જર્મનીનાં ચાન્સેલર એન્જેલા મર્કલ સહિતના વિશ્વના નેતાઓ જી-7 રાષ્ટ્રોની શિખર પરિષદ દરમિયાન એકમેકની સાથે વ્યક્તિગત બેઠકો યોજશે.

જી 7 શિખર પરિષદની આજથી  શરુ થવા જઈ રહી છે.  બ્રિટનના કૉર્નવોલસ્થિત કોર્બિસ બે રિસોર્ટમાં આજે એટલે કે 11 જૂનથી શરૂ થઈ રહેલી જી-7 શિખર પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આમંત્રિત સભ્ય તરીકે વર્ચ્યૂઅલી ભાગ લેશે.  આ વર્ષે ભારત ઉપરાંત દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કોરોના ના સંક્રમણ ને કારણે અમેરિકાના પ્રમુખ જો બાઇડન અને જર્મનીનાં ચાન્સેલર એન્જેલા મર્કલ સહિતના વિશ્વના નેતાઓ જી-7 રાષ્ટ્રોની શિખર પરિષદ દરમિયાન એકમેકની સાથે વ્યક્તિગત બેઠકો યોજશે. કોવિડ-19 વૈશ્વિક મહામારીની અને વૈશ્વિક અર્થતંત્રને તેણે મારેલા ફટકાની પશ્ચાદભૂમાં આ શિખર પરિષદ કેટલી મહત્વની છે તે સમજતા પહેલાં એ જાણી લેવું જોઈએ કે આ જી-7 સમીટ છે શું…? જી-7 એટલે ગ્રુપ ઑફ સેવન. વિશ્વનાં સાત કથિત સૌથી મોટાં અર્થતંત્રોએ આ સંગઠનની રચના કરી છે. એ સાત દેશોમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની,ઇટાલી, જાપાન, બ્રિટન અને અમેરિકાનો સમાવેશ થાય છે. આ સંગઠનમાં રશિયા 1998માં જોડાયું હતું અને જી-7 બન્યું હતું જી-8, પણ આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરીને ક્રિમિયા કબજે કરવા બદલ રશિયાને 2014માં જી-8માંથી પડતું મૂકવામાં આવ્યું હતું અને સંગઠન ફરી જી-7 બની ગયું હતું. જી-7ની બેઠકોમાં યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓ હાજર રહેતા હોય છે, પણ વિશ્વના બે મોટા દેશો ભારત અને ચીનને હજુ સુધી સમાવવામાં ન આવ્યાં હોવાથી જી-7 સમસામયિક ન હોવાની ટીકા થાય છે.

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 2020માં જી-7ને સાત દેશોનું કાલગ્રસ્ત જૂથ ગણાવ્યું હતું. ચીનના અર્થતંત્રનું કદ ઘણું મોટું છે અને તે વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતો દેશ છે. તેમ છતાં તેને ક્યારેય જી-7નો સભ્યદેશ બનાવાયો નથી. ચીનમાં પ્રતિવ્યક્તિ સંપત્તિનું પ્રમાણ સરખામણીએ નીચું હોવાથી તેને, જી-7ના સભ્યરાષ્ટ્રોની માફક આધુનિક અર્થતંત્ર ગણવામાં આવતું નથી.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: