24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

બ્લેક, વ્હાઇટ , યલો બાદ હવે નોંધાયો ગ્રીન ફંગસનો પ્રથમ કેસ

  • બ્લેક, વ્હાઇટ , યલો બાદ હવે નોંધાયો ગ્રીન ફંગસનો પ્રથમ કેસ
  • ઇન્દોરમાં નોંધાયો ગ્રીન ફંગસનો સૌ પ્રથમ કેસ
  • બ્લેક કે મ્યુકરમાઇકોસિસથી અલગ છે ગ્રીન ફંગસ
  • દર્દીને એરલિફ્ટ કરીને મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો

દેશમાં કોરોના બાદ બ્લેક, વાઈટ અને યલ્લો બાદ હવે ગ્રીન ફંગસનો પ્રથમ કેસ સામે આવ્યો છે. ઈન્દોરમાં હવે ગ્રીન ફંગસનો દેશનો પહેલો દર્દી જોવા મળ્યો હતો. દર્દીને તરત જ એરલિફ્ટ કરીને મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

ભારતમાં કોરોનાના તાંડવ બાદ હવે ફંગસના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. બ્લેક, વાઈટ અને યલ્લો ફંગસ બાદ હવે દેશમાં ગ્રીન ફંગસનો પહેલો દર્દી ભારતમાં સામે આવ્યો છે. ઈન્દોરના અરવિંદો હોસ્પિટલમાં ભરતી કરવામાં આવેલ કોરોનાના એક દર્દીને ગ્રીન ફંગસ થઇ ગયો છે. તેનો ઈલાજ કરવા માટે તેને મુંબઈ એર લિફ્ટ કરવામાં આવ્યો છે. તેઓને સારવાર માટે મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. વધુ માહિતી મુજબ માણિકબાગ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય દર્દીને કોરોનાથી ચેપ લાગ્યો હતો. તેના ફેફસામાં 90 ટકા ચેપ લાગ્યો છે. દર્દીને બે મહિનાની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 10 દિવસ પછી, દર્દીની સ્થિતિ ફરીથી બગડવાની શરૂઆત થઈ. તેના જમણા ફેફસાં પરુ ભરાયો હતો. ફેફસાં અને સાઇનસમાં એસપરજિલસ ફંગસ થઈ ગયો હતો, જેને ગ્રીન ફંગસ કહેવામાં આવે છે. નિષ્ણાતોના મતે, ગ્રીન ફંગ, બ્લેક ફંગસથી વધુ જોખમી છે. આને કારણે, દર્દીની સ્થિતિ સતત બગડતી હતી. દર્દીના મળમાં લોહી આવવા લાગ્યું હતું. તાવ પણ 103 ડિગ્રી પહોંચી ગયો હતો. એમ્ફોટેરેસીન બી ઈંજેક્શન પણ ગ્રીન ફંગસ પર કામ કરતું નથી.

રાજ્યમાં ગ્રીન ફંગસનો આ પહેલો કેસ છે જે કોવિડ પછીના દર્દીઓમાં જોવા મળ્યો છે. કોરોનાની ગતિ ઓછી થઈ છે, પરંતુ બ્લેક ફંગસના દર્દીઓની સંખ્યા ઓછી થતી નથી. આવી સ્થિતિમાં, ગ્રીન ફંગસનો કેસ સામે આવવો ચિંતાજનક છે. હાલ દર્દીને વધુ સારી સારવાર માટે મુંબઇ મોકલી દેવાયો છે.

  • ગ્રીન ફંગસ ના લક્ષણો

લીલી ફૂગ અથવા એસ્પરગિલોસિસના લક્ષણોમાં નાક રક્તસ્રાવ અને તીવ્ર તાવ શામેલ છે. આ  ઉપરાંત ગ્રીન ફંગસ ને કારણે વજનમાં ઘટાડો અને નબળાઇ પણ આવે છે. તેમજ વધુ માહિતી મુજબ આ ફંગસ ના કારણે દર્દીના જમણા ફેફસામાં રસી  થવાની સાથે સાથે સાઇનસમાં લીલી ફૂગ થઇ ગઈ હતી જેને કારણે તેને ગ્રીન ફંગસ જાહેર કરવામાં આવ્યું છે.

  • બ્લેક ફંગસથી પણ વધુ જોખમી છે ગ્રીન ફંગસ

આ દર્દીના જમણા ફેફસામાં રસી થઈ ગયું હતું. ફેફસા અને સાઇનસમાં એસપરજિલસ ફંગસ થઈ ગયો હતો, જેને ગ્રીન ફંગસ કહેવાય છે. નિષ્ણાતોના મતે ગ્રીન ફંગસ બ્લેક ફંગસથી પણ વધુ જોખમી છે. તેથી દર્દીની સ્થિતિ સતત ખરાબ થઈ રહી હતી. દર્દીના મળમાં લોહી આવતું હતું અને તાવ પણ 103 ડિગ્રી હતો. એમ્ફોટેરેસીન બી ઈંજેક્શન પણ ગ્રીન ફંગસ પર કામ કરતું નથી.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: