- શુક્રવાર મોડી રાતે સૈજપુર બોઘા પાસે ઇન્ક બનાવતી કંપનીમાં લાગી હતી આગ
- ફાયરની 30 ગાડીઓનો આગને કાબુમાં કરવામાં મળી સફળતા
- ઇન્ક એનન નામની કંપનીમાં મધરાતે આગ
- ઘટનામાં ફાયર વિભાગનાં 3 જવાનો ઇજાગ્રસ્ત
- સતત ૪ કલાક સુધી પાણી નો છંટકાવ કરતા આગ પર મેળવી શકાયો કાબૂ
- હાલ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો
અમદાવાદના સૈજપુરમાં આવેલી શાહી બનાવતી ફેકટરીમાં શુક્રવાર મધરાતે ભીષણ આગ ફાટી નીકળી હતી.જેને અંદાજે કલાકોની જહેમત બાદ કાબુમાં લેવામાં ફાયર બ્રીગેડ જવાનોને સફળતા મળી છે પરંતુ આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં ફાયર બ્રિગેડના ત્રણ જવાનો પણ દાઝી ગયા હતા.
અમદાવાદના સૈજપુરમાં આવેલી શાહી બનાવતી ફેકટરીમાં શુક્રવાર મધરાતે ભીષણ આગ ફાટી નીકળી હતી.જેને અંદાજે કલાકોની જહેમત બાદ કાબુમાં લેવામાં ફાયર બ્રીગેડ જવાનોને સફળતા મળી છે પરંતુ આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં ફાયર બ્રિગેડના ત્રણ જવાનો પણ દાઝી ગયા હતા.આ અંગે અમદાવાદ મહાનગર પાલિકાના ચીફ ફાયર અધિકારી રાજેશ ભટ્ટે કહ્યું હતું કે ઇન્ક એનન નામની કંપનીમાં શુક્રવારે મધરાતે અંદાજે સાડા ત્રણ કલાકે આગ લાગવાની માહિતી ફાયર વિભાગને મળી હતી. જેના પછી ૨૦થી વધુ વાહનો સાથે ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પોહચી ગયા હતા. તેમણે કહ્યું હતું કે આગ ભીષણ હતી અને તેને કાબુ કરવામાં અંદાજે પાંચ કલાક જેટલો સમય લાગ્યો હતો અને આ દરમિયાન ફેકટરીમાં રાખવામાં આવેલા જવલનશીલ પદાર્થમાં વિસ્ફોટ થવાથી ત્રણ ફાયર જવાનો મામુલી રૂપે દાઝી ગયા હતા જો કે હવે ઈજ્ગ્રસ્ત જવાનોની સ્થિતિ સ્થિર છે.અમારો પ્રયાસ એ હતો કે આગ બાજુમાં આવેલા રહેણાંક વિસ્તારમાં ના પ્રસરે.ઈજાગ્રસ્ત જવાનોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા,જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી હતી.જો કે આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી જેની હાલ તપાસ ચાલી રહી છે. આગ ઉપર કાબુ લેવા ફાયર રોબોટની પણ મદદ લેવામાં આવી હતી.અને સદભાગ્યે આગમાં હજુ સુધી કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
ધ્વની પંચાલ લાઈવ ગુજરાત ન્યુઝ અમદાવાદ