24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

ખેડૂત આંદોલનમાં પોલિટિક્સની એન્ટ્રી

  • ખેડૂત આંદોલનમાં પોલિટિક્સની એન્ટ્રી
  • થોડીકવારમાં મુઝફ્ફરનગરમાં મહાપંચાયત થશે
  • જયંત ચૌધરી ટિકૈતને મળવા ગાઝીપુર પહોંચ્યા

ખેડૂત આંદોલનને સમર્થન આપવાની જાહેરાત કરી ચૂકેલા રાષ્ટ્રીય લોકદળ(RLD)ના નેતા જયંત ચૌધરી આજે ટિકૈતને મળવા ગાઝીપુર બોર્ડર પહોંચ્યા.તેમણે કહ્યું કે, પ્રશાસન પર ખેડૂતોને હટાવવાનું દબાણ હોઈ શકે છે, પણ ખેડૂતો ખસવા નથી માંગતા. ખેડૂતોનો મુદ્દો સંસદમાં ઉઠવો જોઈએ.જો સરકાર બેકફુટ પર જશે તો નબળી નહીં પડી જાય.આ મુદ્દા અંગે બોલવું જોઈએ. તેમણે ખેડૂતોનો વિશ્વાસ જીતવાની જરૂર છે.

રાષ્ટ્રીય લોકદળના નેતા જયંત ચૌધરી આજે ટિકૈતને મળવા ગાઝીપુર બોર્ડર પહોંચ્યા છે. તો સાથે જ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદિયાએ પણ ગાઝીપુર બોર્ડર પહોંચીને ખેડૂત નેતાઓની મુલાકાત લીધી છે. હજારોની સંખ્યામાં ખેડૂત ગાઝીપુર બોર્ડર પહોંચી રહ્યાં છે, ગામમાંથી ખેડૂત રાકેશ ટિકૈત માટે પાણી અને માટલું લાવ્યા છે. ગત દિવસથી જ રાકેશ ટિકૈત ધરણા પર છે અને તેમણે જાહેરાત કરી હતી કે તે ગામનું પણ પાણી પીશે. તેમજ ભારતીય ખેડૂત યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈત સાંજે 6 વાગ્યે અધિકારીઓ સાથે બેઠક દરમિયાન ધરણાં-સ્થળથી હટવા માટે તૈયાર થઈ ગયા હતા, પરંતુ થોડીકવારમાં ભાજપ ધારાસભ્ય નંદ કિશોરની એન્ટ્રીથી મામલાએ યુ-ટર્ન લઈ લીધો.

ગાઝીપુર બોર્ડર પર બદલાતી પરિસ્થિતિને જોતાં રાતે 10 વાગ્યે મુઝફ્ફરનગરના સિસૌલી ગામમાં રાકેશ ટિકૈતના ઘરે ગાઝીપુર કૂચના નારા લગાવતી ભીડ ભેગી થઈ. આ બધાની વચ્ચે જાટ નેતા રાલોદ પ્રમુખ અજિત સિંહે રાકેશ ટિકૈતને ફોન કરીને આંદોલનને સમર્થન આપવાની જાહેરાત કરી. આ સાથે જ આખા મામલામાં જાટ પોલિટિક્સની એન્ટ્રી થઈ ગઈરાતે 11 વાગ્યાથી મેરઠ, મુઝફ્ફરનગર, ગાઝિયાબાદ, શામલી અને બાગપતથી લોકોએ ગાઝીપુર માટે કૂચ કરવાનું શરૂ કરી દીધું. યુપી  ઉપરાંત હરિયાણામાં પણ ઘણી ખાપે જાહેરાત કરી દીધી છે, એ પણ દિલ્હી બોર્ડર પર પહોંચશે. હરિયાણાના ભિવાનીથી 1 હજાર ટ્રેક્ટર્સ પર ખેડૂત રવાના પણ થઈ ગયા. બન્ને રાજ્યોમાં સ્થિતિ બગડતા જોઈ ગાઝીપુર બોર્ડર પર કાર્યવાહીના આદેશની રાહ જોઈ રહેલી પોલીસ ફોર્સ પાછળ હટવાની શરૂ થઈ ગઈ.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: