23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર એટલે શ્રી કૃષ્ણ …..!

હિંદુ સંસ્કૃતિના મોટા ભાગના ધર્મો અને સંપ્રદાયોમાં ભગવાન તરીકે પૂજાય છે “શ્રી કૃષ્ણ”

ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર એટલે શ્રી કૃષ્ણ …..!

શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી

ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર એટલે “જન્માષ્ટમી “

હિંદુ સંસ્કૃતિના મોટા ભાગના ધર્મો અને સંપ્રદાયોમાં ભગવાન તરીકે પૂજાય છે. વળી શ્રીકૃષ્ણને જગદ્‌ગુરુ કહેવામાંં આવે છે. કૃષ્ણનું વર્ણન મોટે ભાગે શ્યામ વર્ણના કિશોર તરીકે જોવા મળે છે જે હંમેશા હાથમાં બંસી(વાંસળી) સાથે ફરતા હોય છે કે બંસી વગાડતા હોય છે શ્રીમદ ભાગવત અથવા તો અત્યંત તેજસ્વી યુવાન રાજા તરીકે તેમની છબી ચિતરાયેલી જોવા મળે છે, જે અન્યોને ગૂઢ તત્ત્વજ્ઞાન અને માર્ગદર્શન આપતા હોય જેમકે ભગવત ગીતા ભારતમાં વિવિધ સમુદાયોમાં કૃષ્ણને ભિન્ન ભિન્ન રીતે જોવામાં આવે છે. કૃષ્ણ અને તેમની સાથે સંકળાયેલી કથાઓ હિંદુ સંપ્રદાયો અને સમુદાયોમાં બહોળા પ્રમાણમાં સાંભળવા મળે છે.  ભલે આ વાતોમાં વર્ણવેલી અમુક હકીકતો જુદા જુદા સંપ્રદાયોમાં જુદી જુદી હોય, પરંતુ તેનું હાર્દ તો હંમેશા એકસરખું હોય છે. આમાં કૃષ્ણના દિવ્ય અવતારની વાતો, તેમના નટખટ બાળપણની અને યુવાવસ્થાની વાતો તથા એક યોદ્ધા અને શિક્ષા આપનાર ગુરુ (અર્જુનના સંદર્ભમાં) તરીકેની વાતોનો સમાવેશ કરી શકાય.

ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમ ના  રોજ થયો હતો. કૃષ્ણના જન્મનો દિવસ  “જન્માષ્ટમી” તરીકે ઉજવાય છે. આમ તો ભગવાન વિષ્ણુ અત્યાર સુધી દશ અવતાર ધારણ કર્યા છે. આ બધા જ અવતારોમાં તેમનો મહત્વનો અવતાર શ્રીકૃષ્ણનો છે. આ અવતાર તેમણે વૈવસ્વત્ મન્વંતરના અઠ્ઠાવીસમા દ્વાપરમાં શ્રીકૃષ્ણના રૂપે દેવકીના ગર્ભમાં મથુરાના કારાગૃહમાં લીધો હતો.શ્રી કૃષ્ણનો જન્મ મથુરાના કારાગૃહમાં થયો હતો. તેમની માતાનું નામ દેવકી  અને પિતાનું નામ  વાસુદેવ હતું. શ્રી કૃષ્ણ તેમના માતા-પિતાનું આઠમું સંતાન હતા. કૃષ્ણની પહેલાં  તેમના ૭ ભાઈઓને તેમના મામા કંસે ક્રૂરતાપૂર્વક પોતાના મૃત્યુના ભયથી મારી નાખ્યા હતા. શ્રી કૃષ્ણના જન્મ પછી તેમના માતા પિતાએ કંસ તેમના આઠમા સંતાનને મારી ન નાખી તે માટે દેવીશક્તિ દ્વારા પ્રેરાતા શ્રી કૃષ્ણને કારાગૃહમાંથી બહાર કાઢીને પોતાના મિત્ર નંદજીના ઘરે મૂકવા નીકળ્યા. પણ ગોકુળ અને મથુરાના વચ્ચે યમુના નદી પાર કરવાની હતી. આઠમના રાત્રે વરસાદ વરસી રહ્યો હતો ને યમુનાજીના પાણી ભગવાન શ્રી કૃષ્ણના પગ સ્પર્શ કરવા ઉછાળા મારી રહ્યું હતુ. તેથી શ્રી કૃષ્ણના પિતાએ તેમને ટોકરીંમા માથા ઉપર રાખ્યા હતા અને નદી પાર કરી રહ્યા હતા. એટલામાં તો શ્રી કૃષ્ણના પગનો સ્પર્શ યમુના નદીએ ઉછાળો મારી કરી લીધો અને શાંત થઈ ગયા ત્યાર બાદ તેઓ નંદજીના ઘરમાં ગયા અને તેમના મિત્ર ને વાત કરી અને શ્રી કૃષ્ણને યશોદાજી  પાસે મૂકીને તેમની પુત્રી નંદાને લઈ પાછા મથુરાની કેદમાં ગયા પછી દ્વારપાળ દ્વારા કંસને આઠમા સંતાનની જાણ થતાં  કારાગૃહમાં પહોંચી દેવકીના નવજાત શિશુને મારવા તેણે તે શિશુ બાળકી હોવાની જાણ છતાં  તેણે તે બાળકીને મારવા દીવાલથી અથડાવવાનો પ્રયાસ કર્યો. પણ તે બાળકી દેવી મા દુર્ગા હતા. તે કંસના હાથમાંથી છૂટીને આકાશમાં  પ્રગટ થઈ ગયા અને કંસને કહ્યું કે તારો કાળ તને મારનારો પ્રગટ થઈ ગયો છે એવું  કહીને આકાશમાં  અલોપ થઈ ગયા તે દેવી દુર્ગા પુરાણ અનુસાર દેવી નંદાના નામે ઓળખાય છે.

મહાભારત મુજબ, કુરુક્ષેત્ર યુદ્ધમાં ગાંધારીના તમામ સો પુત્રો મૃત્યુ પામ્યા હતા. દુર્યોધનના મૃત્યુ પહેલાની રાત્રે શ્રી કૃષ્ણ ભગવાને ગાંધારીની મુલાકાત લીધી અને સમજાવ્યા પણ ગાંધારીએ કૃષ્ણને શ્રાપ આપ્યો કે તેમની સાથે સમસ્ત યાદવોનો વિનાશ થશે. કૃષ્ણ પોતે જાણતા હતા કે યાદવો ભવિષ્યમાં ખૂબ જ અભિમાની અને અધર્મી, ઘમંડી બની જશે જેથી તેઓએ “તથાસ્તુ” (તેથી તેમ થાય) કહેતાં  ગાંધારીનાં ભાષણનો અંત આવ્યો હતો. શ્રીમદ ભાગવત અનુસાર ઋષિ દુર્વાસા સાથે યાદવબાળકોએ મજાકમાં નાટક કર્યું હતું તેના પરિણામે તેમણે ‘તમારો સમગ્ર સમુદાય મૃત્યુ પામે’ એવો શ્રાપ આપ્યો હતો.

હિંદુ ધર્મમાં વૈષ્ણવ માન્યતા ભગવાન કૃષ્ણ વિષે એકેશ્વરવાદ ધરાવે છે, બીજા શબ્દોમાં કહીએ તો વૈષ્ણવ માન્યતા ધરાવતા દરેક સંપ્રદાયમાં ભગવાન કૃષ્ણને જ આરાધ્ય દેવ ગણવામાં આવે છે. ‘રૂઢિચુસ્ત ગૌડીય વૈષ્ણવો’ના મત મુજબ કૃષ્ણનું સ્વરૂપ ત્રણ પ્રકારે વિસ્તાર પામે છે, તેમનું સ્વયં રૂપ અથવા તો દિવ્ય સ્વરૂપ સ્વયંસ્થિત છે એટલે કે અન્યાશ્રિત નથી. તેમનું તદેકાત્મ રૂપ હૂબહૂ તેમના મૂળ રૂપ જેવું જ છે, પરંતુ દેખાવમાં તે કૃષ્ણના મૂળ દેખાવ કરતાં જુદું હોય છે, (જેમકે નારાયણ કે વાસુદેવ રૂપ). તેમના આવેશ રૂપમાં કૃષ્ણ પોતાના મૂળ રૂપના જુદા જુદા અંશ સાથે વિવિધ સ્વરૂપે અવતરે છે. શાસ્ત્રીય વિગતો અને જ્યોતિષીય ગણતરીઓના આધારે પરંપરાગત માન્યતા કૃષ્ણના જન્મની તારીખ ૧૮ કે ૨૧ જુલાઇ, ઇ.પૂ. ૩૨૨૮ હોવાની ધારણા બાંધવામાં આવે છે. કૃષ્ણ મથુરાના રાજપરિવારના હતા, અને રાજકુમારી દેવકી અને તેમના પતિ વસુદેવના કુળમાં જન્મેલા આઠમા પુત્ર હતા. મથુરા એ રાજધાની હતી, જેમાં કૃષ્ણના માતા-પિતા વસુદેવ અને દેવકીનો સંબંધ હતો. દેવકીનો ભાઈ રાજા કંસ, તેના પિતા રાજા ઉગ્રસેનને કેદ કરીને રાજગાદીએ બેસી ગયો હતો. દેવકીના આઠમા પુત્રના હાથે તેના મૃત્યુની આગાહી કરનારી એક ભવિષ્યવાણીથી ડરીને તેણે આ દંપતિને કારાવાસમાં પૂર્યા હતા. કંસે પ્રથમ છ બાળકોની હત્યા કર્યા પછી, બલરામને રોહિણીના પુત્ર તરીકે સ્થાનાંતરિત કર્યા પછી કૃષ્ણએ દેવકીના પુત્ર તરીકે જન્મ લીધો હતો.

વસુદેવ માનતા હતા કે કૃષ્ણનું જીવન જોખમમાં છે, કૃષ્ણને ગોકુળમાં તેમના પાલક માતાપિતા યશોદા અને નંદ બાવાએ ઉછેર્યા હતા. તેમના અન્ય બે ભાઈબહેનો પણ બચી ગયા, બલરામ (દેવકીનું સાતમું સંતાન, રોહિણીના ગર્ભાશયમાં પરિવર્તિત, વાસુદેવની પ્રથમ પત્ની) અને સુભદ્રા (વાસુદેવ અને રોહિણીની દીકરી, જે બલરામ અને કૃષ્ણ કરતા ઘણી પાછળ જન્મી હતી). ભાગવત પુરાણ મુજબ, એવું માનવામાં આવે છે કે કૃષ્ણ વસુદેવના મનથી દેવકીના ગર્ભાશયમાં “માનસિક પ્રસારણ” દ્વારા જન્મ્યા હતા. હિન્દુઓ માને છે કે તે સમયે, આ પ્રકારનું સંઘર્ષ માણસો માટે શક્ય હતું.   “ઉપર જણાવેલા બધાજ અવતારો ભગવાનના અંશાવતાર છે, અથવાતો અંશાવતારના અંશ છે, પરંતુ શ્રી કૃષ્ણ તે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. વૈષ્ણવ શિક્ષાનું અગત્યનું પાસુ એ છે કે તેમાં ભગવાન, એટલે કે શંકર અથવા વિષ્ણુ પણ પરમ ભગવાન તો કૃષ્ણ. સદેહે વર્ણવવામાં આવે છે અને તેમનાં દ્વારા થયેલા સર્જનને પણ વાસ્તવિકતામાં બતાવવામાં આવે છે.

વૈષ્ણવ માન્યતામાં કૃષ્ણ અને વિષ્ણુ વચ્ચેનો ખરેખરો સંબંધ, ખાસ કરીને કોણ પહેલા આવ્યું અને કોણ તેનો અવતાર છે તે વિષે, હંમેશા ચર્ચાઓ અને મતમતાંતરો પ્રવર્તતા આવ્યાં છે. વૈષ્ણવ માન્યતાના લગભગ બધા જ સંપ્રદાયોમાં વિષ્ણુને પરમાત્મા માનવામાં આવે છે જે બધાજ અવતારોનાં મૂળ સ્ત્રોત છે, જ્યારે કૃષ્ણને વિષ્ણુના પૂર્ણ અવતાર તરિકે પૂજવામાં આવે છે અને તે કારણે જ તેમને વિષ્ણુથી અભિન્ન ગણવામાં આવે છે.કેટલાંક વૈષ્ણવ સંપ્રદાયોમાં વલ્લભ સંપ્રદાય અને નિંબાર્ક સંપ્રદાયમાં કૃષ્ણને સ્વયં ભગવાન તરિકે પૂજવામાં આવે છે અને તેમને બધાજ અવતારોનાં મૂળ ગણવામાં આવે છે, વિષ્ણુને પણ કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: