16 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

સાબરમતી, રાણીપ અને ચાંદખેડાના રહીશોને એરપોર્ટ તરફ જવા માટેનું અંતર ઘટશે

  • સાબરમતી, રાણીપ અને ચાંદખેડાના રહીશોને એરપોર્ટ તરફ જવા માટે 10 કિમીનું અંતર ઘટશે
  • એરપોર્ટ તરફ જવા માટે 250 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ
  • રિવરફ્રન્ટ પર શહીદ સ્મારક, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સોલ્જર રેસ્ટ રૂમ તથા આરામ ગૃહ બનશે
  • 800 કરોડના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2 હેઠળ પ્રોજેકટ કરાયો મંજૂર

સાબરમતી, રાણીપ અને ચાંદખેડાના રહીશોને એરપોર્ટ તરફ જવા માટે 10 કિમીનું અંતર ઘટશે. 250 કરોડના ખર્ચે નવો બ્રિજ બનશે. રિવરફ્રન્ટ પર શહીદ સ્મારક, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સોલ્જર રેસ્ટ રૂમ તથા આરામ ગૃહ બનાવવામાં આવશે. સાથે જ 800 કરોડના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2 હેઠળ પ્રોજેકટ મંજૂર કરવામાં આવ્યો.

AMC દ્વારા સાબરમતી નદી પર અચેર ગામ અને કેમ્પ સદર બજારને જોડતો નવો બ્રિજ બનાવાશે. બ્રિજની નીચે અમદાવાદના રહીશોને લગભગ 15 દિવસ ચાલે એટલો પાણીનો સંગ્રહ કરી શકાય એ માટે વિયર-બેરેજ બનાવાશે. લગભગ 250 કરોડના ખર્ચે તૈયાર થનારા નવા બ્રિજને પરિણામે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે વધારાની કનેક્ટિવિટીનો ઉમેરો થશે તેમજ સાબરમતી, રાણીપ અને ચાંદખેડા વગેરે વિસ્તારોના રહીશોને સીધા એરપોર્ટ જવા-આવવામાં સરળતા રહેશે અને લગભગ 55 ટકા ટ્રાફિકનું ભારણ ઘટશે. નવો બ્રિજ તૈયાર થવાને લીધે શાહીબાગ અન્ડરબ્રિજ સુભાષબ્રિજ અને ડફનાળા થઈને એરપોર્ટ જવા-આવવામાં 8થી 10 કિ.મી.નું અંતર ઘટશે.AMC દ્વારા સાબરમતી નદી પર લગભગ 12 વર્ષ પહેલાં અચેર ડેપો અને તાજ સર્કલ- એરપોર્ટને જોડતો બ્રિજ બનાવવાની દરખાસ્ત રજૂ કરાઈ હતી. તાજ હોટલ પાછળના વિસ્તારોમાં કેટલાક બિલ્ડરો અને રાજકારણીઓની સ્કીમો અને જમીન આવેલી હોવાને કારણે અચેર-તાજ સર્કલનો જોડતો સૂચિત બ્રિજ બનાવવા સામે વ્યાપક વિરોધ કરવાને કારણે એ 12 વર્ષથી ટલ્લે ચડયો હતો.સાબરમતી પર બની રહેલા વિશાળ ફૂટ-ઓવર બ્રિજથી અમદાવાદને નવી ઓળખ મળશે. આશરે 90 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા આ બ્રિજનું કામ ડિસેમ્બરમાં પૂર્ણ થઈ જશે. એપ્રિલ-2019થી બ્રિજની કામગીરી શરૂ થઈ હતી.પરંતુ કોરોનાને કારણે કામ પૂરું થવામાં વિલંબ થયો હતો. જોકે હવે કોરોનાના કેસો ઘટતાં બ્રિજનું કામ પુન: શરૂ કરાયું છે. બ્રિજ તૈયાર કરવા આશરે 2100 ટન લોખંડનો ઉપયોગ થયો છે. 300 મીટર લાંબા બ્રિજને તૈયાર કરવા આઈઆઈટી ચેન્નઈ અને રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડિંગના ડિઝાઇન ખાતાની મંજૂરી બાદ બ્રિજ બનવાની શરૂઆત થઈ હતી. ડિસેમ્બર-2021 સુધીમાં રાહદારીઓ, સાઇકલચાલકો માટે એનો ઉપયોગ શરૂ થઈ શકશે.આર.કે. મહેતાએ વધુમાં કહ્યું હતું કે રિવરફ્રન્ટ પ્રોજેકટ હેઠળ આર્મીએ જમીન આપવાના બદલામાં કેમ્પ હનુમાન સામે આર્મીની જગ્યામાં ગુજરાતના શહીદ થયેલા સૈનિકોના સન્માનમાં શહીદ પાર્ક, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સોલ્જર રેસ્ટ રૂમ બનાવવાની માગ કરી હતી, જેને અમે સ્વીકારી છે. જમીન રિક્લેમ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ શહીદ પાર્કની ડિઝાઇન અને સ્વરૂપ અંગે આગામી સમયમાં આખરી નિર્ણય કરાશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ અંતર્ગત ફેઝ-2ની કામગીરી ચાલી રહી છે, જેમાં ડફનાળા પાસે હનુમાન કેમ્પથી સદર બજાર તેમજ એરપોર્ટ સુધીની નદીના પટની જમીન આર્મી હસ્તગત જમીન આવેલી છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: