27.2 C
Ahmedabad
Sunday, November 28, 2021
spot_imgspot_img

Latest Posts

ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવવામાં આવી

  • ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાના સમય મર્યાદામાં કરાયો વધારો
  • કેન્દ્ર સરકારે ઈન્કમ ટેક્સ રિટર્નને ભરવાની તારીખમાં ત્રણ મહિનાનો કર્યો વધારો 
  • ઈન્કમ ટેક્સ રિટર્ન સમય મર્યાદા વધારીને 31 ડિસેમ્બર કરાઈ
  • ગત વર્ષે રિટર્ન ફાઈલ કરવાની તારીખમાં ત્રણ વખત કરાયો હતો વધારો

ઈન્કમ ટેક્સ રિટર્ન  દાખલ કરવાની તારીખ ત્રણ મહિના સુધી લંબાવવામાં આવી છે. ઈન્કમ ટેક્સ રિટર્ન ૩૦ સપ્ટેમ્બર સુધીની સમય મર્યાદામાં વધારો કરીને  31 ડિસેમ્બર કરવામાં આવી છે. આ ડેડલાઇન તેવા લોકો માટે લંબાવવામાં આવી છે જેના એકાઉન્ટને ઓડિટ કરવાનું હોતું નથી.  ઉલ્લેખનીય છે કે નાણામંત્રી સીતારમણે નવું ઇન્કમટેક્સ પોર્ટલ બનાવનારી કંપની ઇન્ફોસિસને કરદાતાઓને પડતી તકલીફો ઉકેલવા 15 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. આ તકલીફોના લીધે આઇટી રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા વધારો કરવામાં આવ્યો  છે.

કેન્દ્ર સરકારે ગુરુવારે ઇન્કમ ટેક્ષ રિટર્ન (2020-21)ને ફાઇલ કરવાની સમયમર્યાદા 31 ડિસેમ્બર 2021 સુધી લંબાવી છે. અગાઉ પણ 31 જુલાઈ એ સમાપ્ત થતી સમયમર્યાદામાં વધારો કરી 30 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ હતી. ઉલ્લેખનીય છે કે  આ ડેડલાઇન તેવા લોકો માટે લંબાવવામાં આવી છે જેના એકાઉન્ટને ઓડિટ કરવાનું હોતું નથી. સામાન્ય રીતે તેઓ આઇટીઆર-1 કે આઇટીઆર-4 ફોર્મ્સ એમાથી તેમને જે લાગુ પડતું હોય તે ભરતાં હોય છે.  સાથે જ નાણાપ્રધાન સીતારમણે નવું ઇન્કમટેક્સ પોર્ટલ બનાવનારી કંપની ઇન્ફોસિસને કરદાતાઓને પડતી તકલીફો ઉકેલવા 15 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. આ તકલીફોના લીધે આઇટી રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા વધારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ સરકારે આ જ રીતે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા વધારી હતી. પહેલા તેને 31 જુલાઈથી લંબાવી 30 નવેમ્બર કરી હતી. પછી તેને 31 ડિસેમ્બર સુધી લંબાવી હતી. ત્યારબાદ સમય મર્યાદામાં વધારો કરી 10 જાન્યુઆરી 2021 સુધી લંબાવી હતી.  આકારણી વર્ષ 2020-21 માટે કરદાતાઓ દ્વારા ઇન્કમ ટેક્સ રિટર્ન (આઇટીઆર) અને ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવામાં પડેલી તકલીફોને ધ્યાનમાં રાખતા સીબીડીટીએ આ સમયમર્યાદા લંબાવી છે.  આકારણી વર્ષ 2021-22 માટે સુધારેલા રિટર્ન કે વિલંબિત રિટર્નને ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2021 હતી તેને 31 જાન્યુઆરી 2022 સુધી લંબાવાઈ હતી, જે હવે  31 માર્ચ 2022 સુધી લંબાવાઈ છે. 

 આ અંગે આવકવેરા વિભાગે તાજેતરમાં જણાવ્યું હતું કે નવા આઇટીઆર પોર્ટલ પર કેટલીય ટેકનિકલ તકલીફોને ઉકેલી લેવાઈ છે. નાણાકીય વર્ષ 2020-21 માટે 1.19 કરોડ આઇટી રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે. તેમજ સાત સપ્ટેમ્બર 2021 સુધીમાં 8.83 કરોડથી વધારે કરદાતાઓએ પોર્ટલ પર લોગ ઇન કર્યુ હતુ. આમા સપ્ટેમ્બરની દૈનિક સરેરાશ 15.55 લાખની થઈ.  આ ઉપરાંતના અન્ય એક્સ્ટેન્શનોમાં જોઈએ તો અગાઉના વર્ષ 2020-21 માટે કોઈપણ કાયદાકીય જોગવાઈના સંદર્ભમાં રિપોર્ટ ઓફ ઓડિટ પૂરા પાડવાની તારીખ જે 30 સપ્ટેમ્બર 2021 હતી તે લંબાવીને 31 ઓક્ટોબર 2021 કરવામાં આવી હતી. જેમાં ફેરફાર કરી હવે આગામી  15 જાન્યુઆરી 2022 સુધી લંબાવામાં આવી  છે. આ ઉપરાંત આકારણી વર્ષ 2021-22 માટે રિટર્ન ઓફ ઇન્કમની ડયુ ડેટ 31 ઓક્ટોબર 2021 હતી તેને લંબાવીને 30 નવેમ્બર 2021 કરાઈ હતી તે હવે 15 ફેબ્રુઆરી 2022 કરવામાં આવી છે.  આકારણી વર્ષ 2021-22 માટે રિટર્ન ઓફ ઇન્કમની ડયુ ડેટ 30 નવેમ્બર 2021 હતી તેને પહેલા લંબાવીને 31 ડિસેમ્બર 2021 કરવામાં આવ્યા પછી હવે 28 ફેબ્રુઆરી 2022 સુધી લંબાવાઈ છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: