23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

દેશના પહેલા સોલર વિલેજ મોઢેરાનું 5 સપ્ટેમ્બરે પીએમ કરશે લોકાર્પણ

  • 5 સપ્ટેમ્બરે દેશના પહેલા સોલર વિલેજ મોઢેરાનું લોકાર્પણ
  • મહાત્મા મંદિરથી પીએમ મોદી કરશે વર્ચ્યુઅલ લોકાર્પણ
  • મહાત્મા મંદિર ખાતે સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટનો પણ કરશે પ્રારંભ
  • શિક્ષકદિન નિમિત્તે સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટનો પણ પીએમ કરાવશે પ્રારંભ
  • 11મી સદીમાં બનેલું ઐતિહાસિક સૂર્ય મંદિર પણ સૂર્ય ઊર્જાથી ઝળહળશે

5 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી દેશના પ્રથમ સોલર વિલેજ એવા મોઢેરા અને સૂર્ય મંદિરનું લોકાર્પણ કરશે. 69 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. શિક્ષક દિવસે મહાત્મા મંદિર ખાતે સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટનો પ્રારંભ કરવા આવી રહેલા વડાપ્રધાન મોદી રિમોટ કંટ્રોલથી મોઢેરા સોલર વિલેજ અને સૂર્ય મંદિરનું લોકાર્પણ કરશે.

5 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી દેશના પ્રથમ સોલર વિલેજ એવા મોઢેરા અને સૂર્ય મંદિરનું લોકાર્પણ કરશે. 69 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. શિક્ષક દિવસે મહાત્મા મંદિર ખાતે સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટનો પ્રારંભ કરવા આવી રહેલા વડાપ્રધાન મોદી રિમોટ કંટ્રોલથી મોઢેરા સોલર વિલેજ અને સૂર્ય મંદિરનું લોકાર્પણ કરશે.મોઢેરાના તમામ 1610 ઘરને સંપૂર્ણ સોલર આધારિત વીજળી પૂરી પાડવામાં આવશે. આ સાથે 11મી સદીમાં બનેલું ઐતિહાસિક સૂર્ય મંદિર પણ સૂર્ય ઊર્જાથી ઝળહળશે. હાલમાં મોઢેરા ગામની વીજળીની જરૂરિયાત પ્રતિ કલાક માત્ર 10 હજાર યુનિટની છે, પરંતુ ભવિષ્યને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટને વિસ્તૃત બનાવાયો છે, જેથી પ્રતિ કલાક 1.50 લાખ યુનિટ વીજળીની ડિમાન્ડ સોલર મારફત પૂરી પાડી શકાશે. આ પ્રોજેક્ટમાં દક્ષિણ કોરિયાની ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે. દિવસે ઉત્પન્ન થયેલી વીજળીનો સંગ્રહ થઇ શકે તેવી વ્યવસ્થા કરી છે. સંપૂર્ણ ગામ માત્ર સોલર વીજળીથી જ ચાલશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: