14 C
Ahmedabad
Tuesday, January 18, 2022
spot_imgspot_img

Latest Posts

શહેરમાં તળાવોની સાફ સફાઈને લઇ કોર્પોરેશને બહાર પાડ્યું ટેન્ડર

  • અમદાવાદના ચંડોળા,થલતેજ,મલાવ,વસ્ત્રાપુરની થશે સાફ સફાઈ
  • બે વર્ષ દરમિયાન સાફ સફાઈ માટે કોર્પોરેશને બહાર પાડ્યું ટેન્ડર
  • અંદાજે ૩.૬૦ કરોડના ખર્ચે કરવામાં આવશે સાફ સફાઈ
  • તળાવની જરૂરી સફાઈ ન થવા પર રખાયો પેનલ્ટી ચાર્જ

શહેરના ચંડોળા તળાવ સહિત જુદાજુદા વિસ્તારમાં આવેલાં કુલ ૩૭ જેટલાં તળાવની અંદાજિત રૂ. ૩.૬૦ કરોડના ખર્ચે સફાઈ કરવામાં આવશે.તેમજ આગામી  બે વર્ષ દરમિયાન તળાવોની સફાઈ કામ માટે કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. સાથે જ તળાવની જરૂરી સાફ-સફાઈ ન થાય તો પેનલ્ટી ચાર્જ વસુલવા અંગે આદેશો કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા શહેરમાં આવેલાં તળાવોની સુંદરતા વધારવા અને સાફ સફાઈ કરવાની મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓને સૂચના આપી હતી.તે મુજબ શહેરના ચંડોળા તળાવ સહિત જુદાજુદા વિસ્તારમાં આવેલાં કુલ ૩૭ જેટલાં તળાવની અંદાજિત રૂ. ૩.૬૦ કરોડના ખર્ચે સફાઈ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ અમદાવાદના ૩૭ જેટલા તળાવો જેમાં ચંડોળા ,થલતેજ ,વસ્ત્રાપુર ,મલાવ વગેરેની સાફ-સફાઈ માટે કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે .બે વર્ષ માટેના આ ટેન્ડરમાં મહિનામાં એક વખત તળાવની સફાઈ કરવાની રહેશે. તળાવમાં કચરો જમા ન થાય એનું દરરોજ ધ્યાન રાખવાની પણ કોન્ટ્રાક્ટરની જવાબદારી રહેશે. આ મામલે હેલ્થ કમિટીના ચેરમેન ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે ,તળાવોની સફાઈ માટે નવાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે. નવા ટેન્ડરની પ્રક્રિયા થાય એ માટે સમય લાગે એમ હોવાથી ત્રણ મહિના અથવા નવા કોન્ટ્રાક્ટ અપાય ત્યાં સુધી તળાવોની સફાઈ માટે જૂની બે એજન્સીને કોન્ટ્રાક્ટ આપેલો હતો. તેમને સફાઈ માટે રિટેન્ડર કરી કામગીરી સોંપવામાં સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મુકાઈ છે.નવા ટેન્ડરમાં કોન્ટ્રાક્ટ તળાવના ઢાળ પર બિનજરૂરી કચરો ના થાય તે માટે દરરોજ ચેક કરવાનું રહેશે. જો નિયમિત સાફ સફાઈ કરવામાં નહિ આવેતો પેનલ્ટી રૂપે દંડ પણ કરવામાં આવશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: