12 C
Ahmedabad
Saturday, January 15, 2022
spot_imgspot_img

Latest Posts

કોરોના મહામારીને કારણે ધંધો રોજગાર કરતા લોકોની આર્થિક સ્થિતિ કફોડી બની

  • કોરોના કાળમાં વ્યવસાય બંધ રહેતા લોકોને આર્થિક માર પડ્યો
  • ડ્રાઇવરો અને ક્લિનરોની છીનવાઈ ગઇ નોકરીઓ
  • ટ્રાન્સપોર્ટ માલિકોનો ધંધો બંધ રહેતા વાહનો વેચવાનો આવ્યો વારો

કોરોના જેવી વૈશ્વિક મહામારીએ જનજીવન પર માઠી અસર વર્તાવી છે ત્યારે નાના મોટા વ્યવસાય કરતા લોકોની સ્થિતિ પણ ઘણી કપરી બની છે.એમાય, જીવનમાં જરૂરી ચીજ વસ્તુઓને એક જગ્યાએથી અન્ય જગ્યાએ માલની હેરાફેરી કરતા ટ્રાન્સપોર્ટરોની કે જેઓના વ્યવસાય પર પણ કોરોના જેવી વૈશ્વિક મહામારીની માઠી અસર વર્તાઈ હતી.

રાજ્યમાં પરપ્રાંતથી અનેક ચીજ વસ્તુઓની હેરાફેરી માટે ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા વાહન માલિકો, એજન્ટો અને પોતાનો જીવન જોખમમાં નાખી માલસામાન વાહનમાં ભરી પરિવહન કરતા ડ્રાઈવરો અને ક્લિનરો કોરોનાકાળમાં બંધ રહેલા ટ્રાન્સપોર્ટ વ્યવસાયને પગલે મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક ટ્રાન્સપોર્ટ માલિકોનો ધંધો બંધ રહેતા આર્થિક સંકળામણ અનુભવી વાહનો વેચી દીધા છે. કેટલાક લોકો વ્યવસાય છોડી જવા મજબૂર બન્યા છે. આ સ્થિતિ વચ્ચે કેટલાક ડ્રાઇવરો અને ક્લિનરોને પણ પોતાની રોજી-રોટી માટે ચાલતી નોકરી છોડવાનો વારો આવ્યો છે. ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા લોકો આજે કોરોના કાળના લોકડાઉન બાદ હવે ધીમે-ધીમે રાબેતા મુજબ ધંધો શરૂ થતા ફરી એકવાર વ્યવસાયમાં જોડાઈ ગયા છે. કેટલાક કિસ્સાઓમાં ડ્રાઇવર અને ક્લિનરો માલસામાન ભરી પરપ્રાંત ટ્રીપ મારતા હોવાથી તેમને રસ્તામાં ભોજન-પાણી સહિતની વ્યવસ્થાની તકલીફોનો પણ સામનો કરવો પડ્યો છે. આ અનુભવો ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકો પાસેથી સામે આવ્યા છે. ત્યારે કોરોનાનો કાળો કહેર ટ્રાન્સપોર્ટના વ્યવસાય પર પણ આકરો સાબિત થયો છે.

અતુલ પટેલ લાઈવ ગુજરાત ન્યુઝ મહેસાણા

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: