12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

સુરત શહેરમાં વાવાઝોડાની સીધી અસર જોવા મળી હતી

  • સુરતમાં જોવા મળી તાઉતે વાવાઝોડાની અસર
  • વાવાઝોડાને પગલે અનેક જગ્યાઓમાં ભરાયા પાણી
  • અમરોલી વિસ્તારમાં પાણી ભરાવાના દ્રશ્યો આવ્યા સામે
  • અમરોલી મનીષા ગરનાળામાં પાણી ભરાતા ગરનાળુ કરાયું બંધ
  • અમરોલી ટેસ્ટિંગ સેન્ટર વાવાઝોડામાં મંડપ તૂટી પડ્યો

સમગ્ર રાજ્યમાં તાઉ તે વાવાઝોડાની ભારે અસર જોવા મળી હતી. જ્યાં જ્યાંથી વાવાઝોડું પસાર થયું હતું ત્યાં ત્યાં મોટી માત્રામાં ખાના ખરાબી સર્જાઈ હતી. જોકે વાવાઝોડાની સીધી અસર સુરત શહેરમાં પણ જોવા મળી હતી અને સુસવાટા ભેર પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. રાત્રીના સમયથી વરસાદ શરૂ થયો અને દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યો જેને લઈને સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ મનીષા ગરનાળામાં પાણી ભરાઈ ગયું હતું. ગરનાળામાં પાણી ભરાયા હતા જેને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે જોરદાર પવન ફૂંકાવના કારણે અનેક જગ્યા પર હોર્ડિંગ્સ અને મંડળ પણ તૂટી પડ્યા હતા. અમરોલીમાં બનાવવામાં આવેલ કોવિડ ટેસ્ટિંગનું મંડપ પણ તૂટી પડ્યું હતું ત્યારે કહી શકાય કે વિનાશકારી વાવઝોડાએ ચારે તરફ વિનાશ સર્જ્યો હતો.

કેમેરામેન નરેશ સીમરણ સાથે દિવ્યેશ પરમાર લાઈવ ગુજરાત ન્યુઝ સુરત

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: