- કેન્દ્ર સરકારની કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ
- કોરોના મહામારી વચ્ચે આપી ભેટ
- દોઢ વર્ષથી મોધવારી ભથ્થા પર મુકાયેલો પ્રતિબંધ હટાવાયો
- ડીએમાં ૧૧ ટકાનો કરાયો વધારો
કેન્દ્રીય કર્મચારીઓને કેન્દ્ર સરકારે પવિત્ર શ્રાવણ માસ શરુ થાય તે પહેલા જ મહત્વપૂર્ણ ભેટ આપી છે, કેન્દ્ર સરકારે દોઢ વરસથી મુકાયેલા પ્રતિબંધને ઉઠાવીને કર્મચારીઓના મોધવારી ભથ્થામાં ૧૧ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે,


દેશમાં કોરોનાવાયરસ નામનું સંકટ આજે પણ લોકોનાં જીવનને પ્રભાવિત કરી રહ્યુ છે. ત્યારે આ સંકટ વચ્ચે મોંઘવારીએ દેશનાં સામાન્ય નાગરિકોની કમર તોડી નાખી છે. આ મોંઘવારીને કેવી રીતે પહોંચી શકાય તે એક મોટો સવાલ બન્યો છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે કેન્દ્રિય કર્મચારીઓને એક મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી. કોરોના મહામારી અને મોંઘવારી વચ્ચે મોદી સરકારે કેન્દ્રિય કર્મચારીઓને મોટી ભેટ આપી છે. કોરોના સંકટ અને વધતી મોંઘવારી વચ્ચે કેન્દ્ર સરકારે કેન્દ્રિય કર્મચારીઓને મોટી રાહત આપી છે. બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મોટો નિર્ણય લેતા સરકારે દોઢ વર્ષથી મોંઘવારી ભથ્થાનો પ્રતિબંધ દૂર કર્યો છે. કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો થયો હતો. જણાવી દઇએ કે, કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 17% થી વધારીને 28% કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. વધતી મોંઘવારી વચ્ચે આશરે 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને આ નિર્ણયનો લાભ મળશે.