12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

આવતીકાલથી શરુ થશે બજેટ સત્ર

  • 29મી જાન્યુઆરીથી શરૂ થશે બજેટ સત્ર
  • બે ભાગ માં યોજાશે સત્ર
  • નાણાં ની તંગી ને ધાયનમાં રાખી સરકાર લગાવી શકે છે કોવિડ સરચાર્જ

નાણાંકીય વર્ષ 2021-22 માટેનું સામાન્ય બજેટ 1લી ફેબ્રુઆરી 2021ના રોજ રજૂ થશે. બજેટ સત્રની શરૂઆત 29મી જાન્યુઆરીથી થશે. સત્ર બે ભાગોમાં હશે. પહેલો ભાગ 29 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી અને બીજો હિસ્સો 8 માર્ચથી 8 એપ્રિલ સુધી હશે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA) આ તારીખો અંગે ભલામણ કરી છે. આ અંગે અંતિમ નિર્ણય કેબિનેટ દ્વારા લેવામાં આવશે. સત્રના પ્રથમ દિવસે 29 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના બન્ને ગૃહોને સંબોધિત કરશે. બજેટ દરખાસ્ત પર ચર્ચા સત્રના બીજા ભાગમાં થશે. આ અગાઉ કોરોના મહામારીને લીધે સરકારે સંસદનું શિયાળુ સત્ર બોલાવ્યું ન હતું. CCPAએ કહ્યું છે કે સત્ર દરમિયાન કોરોના વાઈરસ સંબંધિત પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અગાઉ કહી ચુક્યા છે કે આ બજેટ અભુતપૂર્વ હશે. સરકારે પાસે નાણાંની તંગીને જોતા એવું માનવામાં આવે છે કે બજેટમાં કોવિડ સરચાર્જ લાગુ કરવામાં આવી શકે છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: