23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના નાંદરખા ગામમાં કાળાબજારી સામે આવી

  • પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના નાંદરખા ગામમાં કાળાબજારી સામે આવી
  • ગ્રાહક ભંડારના સંચાલક દ્વારા પૂરતા પ્રમાણમાં  અનાજનું નથી કરાતું વિતરણ
  • ગરીબોનું અનાજ  બારોબાર કાળાબજારમાં વેચી નાખતો હોવાના કરાયા આક્ષેપ
  • જિલ્લા તંત્ર અને પુરવઠા મામલતદાર દ્વારા  નિષ્પક્ષ તપાસની કરાઈ માંગણી

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના નાંદરખા ગામમાં આવેલ પંડિત દિન દયાલ ગ્રાહક ભંડારના સંચાલક દ્વારા રેશનકાર્ડ ધારકોને પૂરતા પ્રમાણમાં  અનાજ વિતરણ કરવામાં આવતું નથી અને કેટલાક કાર્ડ ધારકોને તો માત્રને માત્ર  બે ત્રણ કિલો જ ઘઉં ચોખા આપવામાં આવે છે અને બાકીનું ગરીબ લોકોના પેટનું અનાજ બારોબાર કાળાબજારમાં વેચી નાખતો હોવાના આક્ષેપો કરતા ગામના  રહીશો દ્વારા કરવામાં આવ્યો છે .

હાલમાં કોરોના કાળને લઈ અનેક લોકોના ધંધા રોજગાર છીનવાઈ ગયા છે ત્યારે ગામડાના ગરીબ લોકો કે જેમની રોજી રોટી કમાવવા માટે કોઈ પણ સાધન ન હોય તેવા ગરીબ લોકોને સરકાર દ્વારા મફત અનાજ આપવામાં આવ્યું હતું પરંતુ આ મફતમાં આવતું અનાજ ગરીબો સુધી નહિ પહોંચાડી પંડિત દિન દયાલ ગ્રાહક ભંડારના સંચાલકો દ્વારા આ ગરીબોના પેટનું અનાજને કાળા બજારી કરી  વેચી મારવામાં આવે છે તેવો જ એક કિસ્સો પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના નાંદરખા ગામના પંડિત દિન દયાળ  ગ્રાહક ભંડારના સંચાલકનો છે આ સંચાલક દ્વારા રેશનકાર્ડ ધારકોને પૂરતા પ્રમાણમાં અનાજ આપવામાં નથી આવતું  તેમજ કેટલાક કાર્ડધારકોને તો  અનાજનો જથ્થો જ આપવામાં નથી આવતો અને હાલમાં મહિનાની છેલ્લી તારીખો હોવા છતાં દુકાન પણ ખોલવામાં નથી આવતી આ દુકાન બંધ હોવાને કારણે કાર્ડધારકોને ધક્કો પડતો હોય છે. તેમજ હાલ દુકાનમાં ઘઉં,  ચોખા અને મોરસનો જથ્થો અકબંધ હાલતમાં પડયો છે ત્યારે આ સંચાલક દ્વારા અનાજનું વિતરણ કરવામાં આવશે કે કેમ ? અથવા તો છેલ્લા દિવસોમાં આ અનાજના જથ્થાને બારોબાર  કાળાબજારમાં રવાના કરી દેવામાં આવશે.  આ અંગે જિલ્લા તંત્ર અને પુરવઠા મામલતદાર દ્વારા  નિષ્પક્ષ તપાસ કરી આ ગરીબ કાર્ડધારકોને ન્યાય આપવામાં આવશે કે નહિ  તેવી ગ્રામજનોના મુખે ચર્ચાઓ જોવા મળી આવી હતી. 

સીરાજ જરગાલ લાઈવ ગુજરાત ન્યુઝ પંચમહાલ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: