21 C
Ahmedabad
Saturday, January 22, 2022
spot_imgspot_img

Latest Posts

સંતશ્રી સદારામ બાપુની જન્મ જયંતિની કરવામાં આવી ઉજવણી

  • સંતશ્રી સદારામ બાપુની જન્મ જયંતિની કરવામાં આવી ઉજવણી
  • બનાસકાંઠાના દિયોદર ખાતે જન્મજયંતીની કરાઈ હતી ઉજવણી
  • અલ્પેશ ઠાકોર સહીત મોટી સંખ્યામાં લોકો રહ્યા હતા ઉપસ્થિત

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ટોટાણા ગામને પોતાની કર્મ ભૂમિ બનાવી સમગ્ર ગુજરાતમાં ભક્તિની આહલેક જગાડનાર સૌના પૂજનીય સંતશ્રી સદારામ બાપુની દિયોદર તાલુકાના સરદારપુરા ગામે જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ટોટાણા ગામના સંત દાસ બાપુની ઉપસ્થિતમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યકર્મને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં સમસ્ત ઠાકોર સમાજ દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પધારેલ તમામ લોકોને સંત શ્રી સદારામ બાપુનો ફોટો પણ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ટોટાણા ધામના સંતશ્રી દાસ બાપુએ આશીર્વચન આપ્યા હતા. જેમાં સમગ્ર ગુજરાતમાં સમાજમાંથી અંધશ્રદ્ધા વ્યસનને દુર કરી ખોટી દિશામાં ભટકેલા લોકો સાચા પથ ઉપર આવે તેવું કહેવામાં આવ્યું હતું.

રાજ ગજ્જર લાઈવ ગુજરાત ન્યુઝ બનાસકાંઠા

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: