- કોરોના સંક્રમણ વધતા બિહાર સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય
- કોરોના સંક્રમણ વધતા બિહારમાં લાગુ કરાયું લોકડાઉન
- અગામી ૧૫ મે સુધી બિહારમાં લાગુ કરાયું લોકડાઉન
- બિહારના મુખ્યમંત્રીએ ટ્વીટ કરી લોકડાઉન અંગે આપી માહિતી
દેશમાં કોરોના સંક્રમણ યથાવત જોવા મળી રહ્યું છે. કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં હાહાકાર મચાવી રહી છે. બીજી લહેર વધુ ઘાતક સાબિત થઇ રહી છે. દેશમાં રોજના ૩ લાખથી વધુ કોરોના કેસો નોંધાઈ રહ્યા છે. કોરોના સંક્રમણ વધતા અનેક રાજ્યો લોકડાઉન તરફ આગળ વધી રહ્યા છે. દિલ્લી, મહારાષ્ટ્ર, હરિયાણા, ઓડિશા બાદ બિહાર સરકારે પણ લોકડાઉન કરવાની જાહેરાત કરી દીધી છે. બિહાર પણ લોકડાઉન કરવાની લાઈનમાં જોવાઈ ગયું છે. બિહાર સરકારે ૧૫ મે સુધી લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે ટ્વીટના માધ્યમથી લોકડાઉન અંગેની જાહેરાત કરી છે. ટ્વીટ કરી નીતીશ કુમારે જણાવ્યું હતું કે કેબીનેટના પ્રસ્તાવ પર અમે આજે લોકડાઉન કરી રહ્યા છે. જો બિહારની વાત કરી એ તો બિહારમાં કુલ કેસોનો આંકડો ૫ લાખને પાર પહોચ્યો છે. કોરોના પર કાબુ મેળવવા સરકારને લોકડાઉન કરવાની ફરજ પડી છે.