23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

નડ્ડાની નવદ્વીપથી રથયાત્રાની શરૂઆત

  • જે પી નડ્ડા શનિવારથી નવદ્વીપ રથયાત્રાની શરૂઆત
  • રેલીની મંજૂરી છે રથયાત્રાની નહીં : પોલીસ વિભાગ
  • ભાજપે અભિયાનને નામ આપ્યું છે પરિવર્તનયાત્રા

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી માટે પૂરી તાકાત લગાવી રહેલા ભાજપ શનિવારથી રથયાત્રાની શરૂઆત કરી દીધી છે. તેમજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આ માટે શુક્રવારે રાત્રે જ કોલકાતા પહોંચી ગયા છે. તેઓ નાદિયા જિલ્લામાં નવદ્વીપથી પ્રથમ રથયાત્રાની શરૂઆત કરશે.

ભાજપ રાજ્યભરમાં આવી 5 રથયાત્રા કાઢશે. ભાજપે આ અભિયાનને પરિવર્તનયાત્રા નામ આપ્યું છે. એની શરૂઆત કરવા માટે નવદ્વીપને પસંદ કરવામાં આવ્યું છે. એ 15મી સદીના સંત ચૈતન્ય મહાપ્રભુનું જન્મસ્થળ છે. ગૃહપ્રધાન અમિત શાહ પણ મુલાકાતે આવી શકે છે. રથયાત્રા માટેની મંજૂરીને લઈને શુક્રવારે સાંજ સુધી સસ્પેન્સ રહ્યું હતું. ભાજપે રથયાત્રા માટેની મંજૂરી મળવાનો દાવો કર્યો છે. જ્યારે પોલીસના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે જેપી નડ્ડાની જાહેરસભાને મંજૂરી આપવામાં આવી છે. રથયાત્રા જેવા કોઈ કાર્યક્રમ માટેની મંજૂરી આપવામાં આવી નથી. આ ઉપરાંત આ અઠવાડિયાની શરૂઆતમાં પશ્ચિમ બંગાળ ભાજપે મહિનાભર ચાલનારા આ કાર્યક્રમમાં રાજ્ય સરકાર પાસે મંજૂરી માગી હતી. એમાં પાર્ટીના ઘણા મોટા નેતાઓ આ કાર્યક્રમમાં આવવાના છે. રાજ્ય સરકારે સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર પાસે આ માટે પરવાનગી મેળવવા જણાવ્યું છે. તેમજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે જણાવ્યું હતું કે આ રથયાત્રા પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગેમ ચેંજર સાબિત થશે. એના દ્વારા ભાજપના સમર્થનમાં લહેર ચાલશે અને એ ટીએમસી સરકારના તાબૂતની છેલ્લી ખીલી બની જશે. આ કારણે જ ટીએમસી મંજૂરી આપવા માટે મોડું કરી રહ્યું છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: