23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

અફઘાનિસ્તાનના કંદૂજ વિસ્તારમાં ચેક પોસ્ટ પર થયો હુમલો

  • અફઘાનિસ્તાનના કંદૂજ વિસ્તારમાં ચેક પોસ્ટ પર થયો હુમલો
  • હુમલામાં 16 સૈનિકોના મોત અને બે સૈનિકોને તાલીબાની સાથે લઇ ગયા  
  • હુમલો કરનારા આતંકીઓની શોધખોળ હાથ ધરવામાં આવી

અફઘાનિસ્તાનમાં તાલિબાને ગુરુવારે સેનાની એક ચેક પોસ્ટ પર ઘાત લગાવીને હુમલો કર્યો હતો. અને આ હુમલામાં 16 સૈનિકો મૃત્યુ પામ્યા હતા અને 2 સૈનિકોનું અપહરણ કરવામાં આવ્યું છે. તેમજ આ ઘટના કંદૂજ પ્રાંતના ખાન આબાદ જિલ્લાની છે.

સ્થાનિક વહીવટી અધિકારી રબ્બાની રબ્બાનીએ કહ્યું- આ હુમલો ખાન આબાદ જિલ્લાના તાપ એ અખ્તર વિસ્તારમાં થયો હતો. આ વિસ્તાર ઘણો દૂર છે. આ હુમલામાં 16 સૈનિકો માર્યા ગયા હતા. 2 સૈનિકોને તાલિબાન તેની સાથે લઈ ગયા હતા. આ વિસ્તારમાં સેનાની એક ટુકડી તૈનાત કરવામાં આવી છે. હુમલો કરનારા આતંકીઓની શોધ કરવામાં આવી રહી છે. અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસને ચૂંટણી હાર્યા પહેલા અફઘાનિસ્તાનમાંથી સૈન્ય વાપસી માટે મે સુધીની સમયમર્યાદા નક્કી કરી હતી. આ માટે તાલિબાન સાથે આ શાંતિ સમજૂતી પણ કરવામાં આવી હતી. હવે બાઇડેન એડમિનિસ્ટ્રેશને આ સમજૂતી રદ્દ કરી છે, પરંતુ તેના કારણે અફઘાનિસ્તાનમાં આતંકવાદી હુમલાઓ વધી ગયા છે. આ ઉપરાંત હવે અમેરિકાના સહયોગી દેશોએ બાઈડેન પ્રશાસનને અપીલ કરી છે કે અફઘાનિસ્તાનમાં મે મહિના બાદ પણ નાટો સૈનિકો તૈનાત રહેવા જોઇએ.  સીએનએન એ ગુરુવારે પોતાના અહેવાલમાં સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે પાકિસ્તાન અને ચીન અફઘાનિસ્તાનથી નાટો સૈનિકોની વાપસી થવાની રાહ જોઈ રહ્યા છે. જો આમ થાય તો, તેઓ તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનની ચૂંટાયેલી સરકારને નીચે પાડી શકે છે અને આ દેશમાં હિંસાના નવા તબક્કાની શરૂઆત કરશે. બે મહિનાઓ પહેલા ટ્રમ્પ વહીવટીતંત્રે એક અહેવાલમાં સ્વીકાર્યું હતું કે પાકિસ્તાન દ્વારા ચીન અફઘાનિસ્તાનમાં દખલ વધારી રહ્યું છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: