- નેશનલ ઈમરજન્સી જેવી સ્થિતિ : સુપ્રીમ કોર્ટ
- ૨૪ કલાકમાં ત્રણ લાખથી વધુ લોકો સંક્રમિત : સુપ્રીમ કોર્ટ
- કેન્દ્ર સરકારને નોટીસ ફટકારીને માગ્યો જવાબ
- કોરોના અને ઓક્સીજનની તંગી મામલે સુઓમોટો
- શુક્રવારે યોજાશે વધુ સુનાવણી
દેશમાં દિન પ્રતિદિન કોરોના સંક્રમણ સતત આગેકુચ કરી રહ્યું છે ત્યારે સુપ્રીમ કોર્ટે કડક વલણ અખત્યાર અપનાવ્યું છે અને નેશનલ ઈમરજન્સી જેવી સ્થિતિ હોવાનું જણાવીને સુઓમોટો નોધ લઇ કેન્દ્ર સરકારને નોટીસ ફટકારીને કોરોના અને ઓક્સીજનની સ્થિતિ પર રીપોર્ટ માંગ્યો છે અને વધુ સુનાવણી શુક્રવાર પર મુકરર કરી હતી.
દેશમાં કોરોનાની બીજી લહેર જીવલેણ સાબિત થઇ રહી છે.સતત ૨૪ કલાકમાં ત્રણ લાખથી વધુ લોકો સંક્રમિત થઇ ગયા છે.કોરોનાના વધતા કેસ વચ્ચે આરોગ્ય સેવાઓ પર પણ વિપરીત અસર પડી રહી છે.દેશમાં ઓક્સીજનની ભારે તંગી વર્તાઈ છે.દવાઓ અને ઓક્સીજનનીતંગીના મામલે સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોધ લીધી છે.કોર્ટે કેન્દ્ર સરકાર આ સબંધમાં નોટીસફટકારીને જવાબ માંગ્યો છે.સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે કોરોના સામેની લડાઈનો સામનો કરવા શું વ્યવ્ય્સ્થા છે?ગુરુવારે સોલીસીટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દેશને ઓક્સીજનની સખ્ત વ્યવસ્થા છે.દેશના અનેક ભાગોમાં ઓક્સીજન સપ્લાય નહિ હોવાથી અનેકલોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.સુપ્રીમ કોર્ટ ના મુખ્ય ન્યાયમૂર્તિ એસ એ બોબ્ડે,જસ્ટીસ એલ નાગેશ્વર રાવ અને જસ્ટીસ એસ રવીન્દ્ર ભટ્ટની ખંડપીઠ સમગ્ર મામલે સુનાવણી કરી રહી છે.સુપ્રીમ કોર્ટે હરીશ સાલ્વેને એમ્ક્સ ક્યુરીતરીકે નિમણુક કરી છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે અત્યારે છ હાઇકોર્ટ કોરોના સબંધિત મામલા પર સુનાવણી કરી રહી છે.સાથે જ સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઇકોર્ટના પાંચ શહેરોમાં લોકડાઉન લગાવવાના આદેશ આપવાની ન્યાયિક શક્તિની તપાસ કરવાની પણ વાત કરી હતી.અલ્હાબાદ હાઇકોર્ટે ઉત્તર પ્રદેશમાં વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને ૧૯ એપ્રિલે ઉત્તરપ્રદેશના પાંચ શહેરોમાં ૨૬ એપ્રિલ સુધી લોક ડાઉન કરવાનો આદેશ કર્યો હતો.જેને રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.જેના પર સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આદેશ પર મનાઈ હુકમ આપ્યો હતો.આ ઉપરાંત કોરોના સંક્રમણ રોકવા શું ઉપાય કર્યા તેની માહિતી હાઇકોર્ટ સમક્ષ રજુ કરવા રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો હતો.