12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

33 લાખ ખેડૂતો પાસેથી કિસાન સન્માન નિધિની રકમ લેવાશે પાછી

  • 33 લાખ ખેડૂતો પાસેથી કિસાન સન્માન નિધિની રકમ લેવાશે પાછી
  • ખેતર પર મજૂરી કરનારા ખેડૂતોને યોજનાનો નહીં મળે લાભ
  • આવકવેરો ભરનારા ખેડૂતના પરિવારને પણ નહીં મળે ફાયદો

જો કોઈ ખેડૂત ખોટી માહિતી આપીને કિસાન સન્માન નિધિનો લાભ ઉઠાવ્યો છે તો સરકાર તેમની પાસેથી રિકવર કરવા જઈ રહી છે. કોઈ પણ સમયે તેમની પાસે નોટિસ આવી શકે છે અને ત્યારબાદ તેમણે સરકારી પૈસા પાછા આપવા પડશે. જે કેન્દ્ર સરકાર દર વર્ષે 6000 રૂપિયા કિસાન સન્માન નિધિ તરીકે ખેડૂતોને તેમના ખેડૂત ખાતામાં આપે છે.  

કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે  શુક્રવારે સંસદમાં કહ્યું હતું કે અયોગ્ય ખેડૂતો પણ પ્રધાનમંત્રી કિસાન યોજનાનો ફાયદો ઉઠાવી રહ્યા છે. આવકવેરો ભરનારા કેટલાક ખેડૂતો પણ યોજનાનો લાભ લઈ રહ્યા છે. તેમજ યોજના હેઠળ 32.91 લાખ અયોગ્ય લાભાર્થીઓના ખાતામાં 2326 કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા છે. રાજ્ય સરકાર આવા લોકોની જાણકારી મેળવીને તેમના વિરુદ્ધ કેસ દાખલ કરી રહી છે. ત્યાજ કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે રાજ્યસભામાં આપેલા જવાબમાં જણાવ્યું કે યોજનાનો ખોટો લાભ ઉઠાવનારા ખેડૂતોની તપાસ થઈ રહી છે. અને આ ઉપરાંત તામિલનાડુ સરકારે આવા લગભગ 6 લાખ ખેડૂતોની જાણકારી મેળવી છે જેમની પાસેથી 158.57 કરોડ રૂપિયાની વસૂલાત પણ થઈ ચૂકી છે. અન્ય રાજ્યોમાં પણ તપાસ ચાલુ છે. સરકારી આંકડા મુજબ હજુ 2 હજાર કરોડ કરતા વધુની વસૂલી બાકી છે. આ ઉપરાંત તમને જણાવ્યું છે કે કયા પ્રકારના ખેડૂતો કિસાન સન્માન નિધિનો ફાયદો ઉઠાવી શકે છે. જો તમે સરકારને કોઈ ખોટી જાણકારી આપી નથી અને તમે કિસાન સન્માન નિધિનો ફાયદો ઉઠાવ્યો છે તો તમારે ડરવાની કોઈ જરૂર નથી. તમારી પાસેથી કિસાન સન્માન નિધિની રકમ સરકાર વસૂલશે નહીં.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: