23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

અફઘાનિસ્તાનમાં વીસ વર્ષ પહેલાં શરૂ થયેલા અમેરિકાના યુદ્ધ થયું સમાપન

  • અફઘાનિસ્તાનમાં વીસ વર્ષ પહેલાં શરૂ થયેલા અમેરિકાના યુદ્ધ થયું સમાપન
  • રાત્રે 1 વાગ્યે કાબુલથી અંતિમ 3 C – 17 વિમાનોએ ભરી ઉડાન
  • સૌથી છેલ્લે અફઘાનિસ્તાન છોડનાર મેજર જનરલ ક્રિસ ડોનહ્યૂ
  • 19 વર્ષ, 10 મહિના અને 25 દિવસ ચાલ્યું હતું અભિયાન
  • કાબુલ એરપોર્ટ પરથી છેલ્લા અમેરિકન વિમાને ભરી ઉડાન
  • રાષ્ટ્રપતિ જો બાઈડેન પોતાની સેનાની કરી પ્રશંસા

અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સેનાની વાપસી થઈ ગઈ છે. કાબુલ એરપોર્ટ પરથી છેલ્લા અમેરિકન વિમાને ઉડાન ભરી હતી. આ સાથે જ 19 વર્ષ, 10 મહિના અને 25 દિવસ ચાલેલા અભિયાનનો અંત આવ્યો

અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્યની વાપસી બાબતે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનનું નિવેદન પણ આપ્યું હતું. તેમણે કહ્યું કે હવે અફઘાનિસ્તાનમાં અમારા 19 વર્ષ, 10 મહિના અને 25 દિવસ ચાલેલા અભિયાનનો અંત આવ્યો છે. અફઘાનિસ્તાનમાં ખતરનાક સ્થળોએ સેવા આપવા બદલ હું અમારા કમાન્ડરોનો આભાર માનું છું. વધુમાં જણાવ્યું હતું કે આ મિશનમાં કોઈ વધુ સૈનિકોએ જીવ ગુમાવ્યો ન હતો. ઉલ્લેખનીય છે કે તાલિબાન સાથે થયેલા કરાર હેઠળ, અમેરિકાએ 31 ઓગસ્ટ સુધીમાં અફઘાનિસ્તાનને સંપૂર્ણપણે છોડી દેવાનું હતું, પણ અમેરિકાએ ચોવીસ કલાક પહેલાં અફઘાનિસ્તાન છોડી દીધું. જેવા જ ચાર યુએસ લશ્કરી પરિવહન વિમાન સી-17 એ કાબુલ એરપોર્ટ પરથી ઉડાન ભરી એની સાથે જ તાલિબાન લડવૈયાઓએ ઉજવણીમાં હવામાં ફાયરિંગ કર્યું હતું. અમેરિકન વિમાનોએ અફઘાનિસ્તાનની હવાઈ સીમા પણ છોડી ન હતી કે તાલિબાને અફઘાનિસ્તાનને અમેરિકા મુક્ત જાહેર કર્યું હતું. આ દરમિયાન, NOTAM (એરમેનને નોટિસ)એ ઇમર્જન્સી સંદેશ જાહેર કરીને કહ્યું કે કાબુલ એરપોર્ટ હવે કોઈના નિયંત્રણમાં નથી અને અહીં એર ટ્રાફિક નિયંત્રણ પણ નથી. આનો મતલબ એ છે કે અહીંથી વિમાન ટેકઓફ કે લેન્ડ કરવું સલામત નથી.આ સાથે જ કાબુલ એરપોર્ટ નજીક રહેતા લોકોએ વિચાર્યું કે કદાચ એરપોર્ટ પર બીજો હુમલો થયો હશે, પરંતુ તરત જ તાલિબાન દ્વારા જારી કરાયેલા સંદેશથી સ્પષ્ટ થઈ ગયું કે તેમણે ઉજવણી કરતાં હવામાં ફાયરિંગ કર્યું છે. તાલિબાન સમર્થકોએ ટ્વિટર પર લખ્યું – ‘અને અમેરિકા ચાલ્યું ગયું, યુદ્ધ સમાપ્ત થઈ ગયું.’ કાબુલમાં તાલિબાનના પ્રવક્તા અમાનુલ્લાહ વાસીકે ટ્વિટર પર કહ્યું: “કાબુલના લોકો ડરશો નહીં, આ ગોળીઓ હવામાં છોડવામાં આવી રહી છે. મુજાહિદો સ્વતંત્રતાની ઉજવણી કરી રહ્યા છે. સાથે જ તાલિબાનનું કહેવું છે કે તેના સ્પેશિયલ ફોર્સ બદરી 313 એ કાબુલ એરપોર્ટની સુરક્ષા સંભાળી લીધી છે. બીજી બાજુ, જનરલ મેકેન્ઝીએ અફઘાનિસ્તાનથી અમેરિકન સૈનિકોની સંપૂર્ણ વાપસીની જાહેરાત કરી છે. જનરલ મેકેન્ઝીએ એ પણ કહ્યું હતું કે અફઘાનિસ્તાન છોડવાનો પ્રયાસ કરી રહેલા કેટલાક અમેરિકન નાગરિકો હજુ પણ અફઘાનિસ્તાનમાં જ રહી ગયા છે.આ સાથે જ પંજશીરમાં અહેમદ મસૂદ સાથે સંકળાયેલા સૂત્રોએ દાવો કર્યો છે કે તાલિબાનોએ ઘણી બાજુથી હુમલા શરૂ કર્યા છે. પંજશીરના લડવૈયાઓ પણ તેમને જવાબ આપી રહ્યા છે. અગાઉ તાલિબાન સૂત્રોએ એવું કહ્યું હતું કે પંજશીરમાં ઘણા જૂથો તાલિબાનના સમર્થનમાં આવી રહ્યા છે. પંજશીર પર હુમલાની પુષ્ટિ કરતા ઘણા સૂત્રો કરી રહ્યા છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: