11 C
Ahmedabad
Saturday, January 15, 2022
spot_imgspot_img

Latest Posts

અમેરિકન નૌસેનાએ કર્યો 18000 કિલોના બોમ્બનો વિસ્ફોટ

  • અમેરિકા કરી રહ્યું છે નવા હથીયારો પર કામ
  • અમેરિકન નૌસેનાએ કર્યો 18000 કિલોના બોમ્બનો વિસ્ફોટ
  • નેવીએ કર્યો વિસ્ફોટનો વિડીયો રીલીઝ
  • ફ્લોરિડા દરિયા કિનારાથી 100 માઈલ દુર દરિયામાં જ કરાયું પરીક્ષણ

એક તરફ અમેરિકાના રશિયા સાથેના સબંધો હાલમાં એટલા સારા નથી અને બીજી તરફ સાઉથ ચાઈના સીમાં ચીનની વધતી તાકાતને કાબૂમાં લેવા માટે અમેરિકા પ્રયત્ન કરી રહ્યુ છે.આ બંને દેશો સાથે ભારે તનાવની વચ્ચે અમેરિકા નવા હથિયારો પર કામ પણ કરી રહ્યુ છે અને તેના ભાગરુપે અમેરિકાની નેવીએ દુનિયાના સૌથી શક્તિશાળી પરંપરાગત બોમ્બનુ પરિક્ષણ પણ કર્યુ છે.

આ બોમ્બનુ વજન 18,000 કિલોનું જ હતુ અને તેને દરિયામાં અમેરિકાના વિમાન વાહક જહાજ જીરાલ્ડ ફોર્ડ પાસે જ નાંખવામાં આવ્યો હતો.નેવીએ તેનો એક વિડિયો પણ રિલિઝ કર્યો છે અને તેમાં એવું જોઈ શકાય છે કે, પાણીમાં તીવ્ર ધડાકા પછી ભૂકંપ આવ્યો હોય તેમ આસપાસનુ વાતાવરણ કાંપી રહ્યુ છે. નૌસેનાએ તેને ફુલ શિપ શોક પરીક્ષણ ગણાવ્યું છે. આ વિસ્ફોટથી દરમિયાની નીચે 3.9 રિકટર સ્કેલનો આંચકો પણ અનુભવાયો હતો. નૌસેનાએ અમેરિકાના ફ્લોરિડા દરિયા કિનારાથી 100 માઈલ દુર દરિયામાં જ આ પરીક્ષણ કર્યુ હતુ. નિષ્ણાતોનુ એવું કહેવુ છે કે, બોમ્બનો પાણીની અંદર વિસ્ફોટ થયો હતો અને તે વખતે વિમાન વાહક જહાજ સપાટી પર હંકારી રહ્યુ હતુ. ટેસ્ટ એટલે કરવામાં આવ્યો હતો કે, બોમ્બના હુમલાને વિમાન વાહક જહાજ કેટલી હદ સુધી સહન કરી શકે છે તે જાણી શકાય. જોકે આ વિસ્ફોટનો વિડિયો પણ ઘણો વાયરલ થયો છે. નવ લાખ લોકો તેને જોઈ ચુક્યા છે. અમેરિકન નૌસેનાનુ એવું કહેવુ છે કે, વિસ્ફોટ સુરક્ષિત રીતે કરાયો હતો. પર્યાવરણ પર તેની કોઈ ઉલટી અસર નહીં પડે. એવી પણ ચર્ચા છે કે, આવા બે ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: