24 C
Ahmedabad
Sunday, January 16, 2022
spot_imgspot_img

Latest Posts

અંબાજી મંદિરમાં 24મીએ કરવામાં આવશે પ્રક્ષાલનવિધિ

  • અંબાજી મંદિરમાં 24મીએ કરવામાં આવશે પ્રક્ષાલનવિધિ
  • 24મીએ એક વાગ્યા બાદ દર્શનાર્થીઓ માટે રહેશે બંધ મંદિર
  • પ્રતિ વર્ષ પૌરાણિક પરંપરા મુજબ કરાય છે મંદિરની પ્રક્ષાલનવિધિ

અંબાજીમાં ભાદરવી પૂનમ પૂરી થયા બાદ પ્રતિ વર્ષની જેમ મંદિરની પ્રક્ષાલનવિધિ યોજાશે. જેને  લઇને  મંદિર બપોરે એક વાગ્યા બાદ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે એવું દેવસ્થાન ટ્રસ્ટનાં સૂત્રોએ જણાવ્યું છે. અંબાજીમાં ભાદરવી પૂનમે આવતા લાખો યાત્રિકોની સંખ્યા બાદ પ્રતિ વર્ષ અને પૌરાણિક પરંપરા મુજબ મંદિરની પ્રક્ષાલનવિધિ યોજવામાં આવે છે

અંબાજી મંદિરમાં ૨૪મીએ મંદિરની પ્રક્ષાલનવિધિ કરવામાં આવશે. જેમાં માતાજીના વિવિધ અલંકારો, સવારીઓ, પૂજન સામગ્રી સહિત મંદિર ગર્ભગૃહ, સભામંડપથી માંડી મંદિર પરિસરની સફાઇ કરવામાં આવે છે. એ પરંપરા મુજબ 24 સપ્ટેમ્બર શુક્રવારના રોજ મંદિર પ્રક્ષાલનવિધિ યોજાશે, જેને લઇ શુક્રવારે દર્શન, આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યાર બાદ શનિવારે મંદિરની  આરતી અને  દર્શનનો સમય રાબેતા મુજબ કરવામાં આવશે.ભાદરવી પૂનમને મા અંબાનાં દર્શનાર્થે લાખો શ્રદ્ધાળુઓ અંબાજીમા માં  અંબાનાં દર્શનાર્થે આવ્યા હતા. ત્યારે તંત્ર દ્વારા તો રાઉન્ડ ધ ક્લોક સફાઇ હાથ ધરાઇ જ હતી, પરંતુ મોડી રાત્રે એકાએક મુશળધાર વરસાદ ખાબકતાં અંબાજી મંદિર પરિસર સહિત અંબાજીધામનું પણ મેઘરાજાએ પ્રક્ષાલન કર્યું હોય તેમ માર્ગો પર વરસાદી પાણી ઊભરાતાં નદીનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે જણાવ્યું હતું કે મંદિરની પ્રણાલિકા મુજબ 24 સપ્ટેમ્બર-2021 ભાદરવા વદ-4 (ચોથ)ને શુક્રવારના રોજ માતાજીના નિજમંદિરમાં પ્રક્ષાલનવિધિ બપોરે 1-30 કલાકે શરૂ થશે. જેથી દિવસ પૂરતા માતાજીની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. દર્શન સવારે 7-30થી 11-30, દર્શન બપોરે 12-30થી 1-00 રહેશે. માતાજીની સાંજની આરતીનો સમય આશરે રાત્રે 9-00 કલાકે રહેશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: