23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

2022માં 10મી યોજાશે વાઈબ્રન્ટ સમિટ

  • 2022માં 10મી યોજાશે વાઈબ્રન્ટ સમિટ
  • મુખ્યમંત્રીએ રશિયાના વેપાર ઉદ્યોગના પ્રતિનિધિ મંડળને આપ્યું આમંત્રણ
  • રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન થશે સહભાગી
  • વૈશ્વિક કંપનીઓને વાઇબ્રન્ટ સમિટમાં આવવા કરાશે આમંત્રિત

વડાપ્રધાન મોદી ઇર્સ્ટન ઇકોનોમિક ફોરમના સમાપન સત્રમાં વિડીયો કોન્ફરન્સિંગથી કરશે સંબોધન

રાજ્યમાં ઉદ્યોગોની ગાડી ફરી પાટે ચડાવવા માટે મુખ્યમંત્રી રૂપાણીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ આગામી સમયમાં યોજવા માટેની તૈયારીઓ કરવા અધિકારીઓને સૂચના આપી દીધી છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ હવે 2022માં ચોક્કસ યોજાશે તેવું આગામી વાયબ્રન્ટ સમિટમાં રશિયાના સખા-યાકુત્યાના વેપાર-ઊદ્યોગ અગ્રણીઓના પ્રતિનિધિમંડળ સાથે સહભાગી થવા એઝિન નિકોલાઇને મુખ્યમંત્રીએ આમંત્રણ પાઠવ્યું છે એના પરથી સ્પષ્ટ થાય છે.

મુખ્યમંત્રી રૂપાણીએ 2022માં 10મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજવાની સૂચનાઓ આપી દીધી છે.  મુખ્યમંત્રી રૂપાણીએ કોન્ફરન્સ દરમિયાન સખા-યાકુત્યા પ્રજાસત્તાક રાજ્યના વડા એઝન નિકોલાઇ અને તેમના સહયોગીઓ સાથે ગુજરાત સખા યાકુત્યા વચ્ચે વિકાસના વિવિધ ક્ષેત્રોમાં સહભાગીદારી અંગે પરામર્શ કર્યો હતો. આ સંદર્ભમાં ખાસ કરીને ડાયમન્ડ, સિરામીકસ, ટીમ્બર અને ફાર્માસ્યુટિકલ સેકટરમાં આપસી સહયોગની ઉત્સુકતા દર્શાવી હતી. વડાપ્રધાન મોદી આ ઇર્સ્ટન ઇકોનોમિક ફોરમના સમાપન સત્રમાં વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરવાના છે. આ સમાપન સત્રમાં રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પૂતિન પણ સહભાગી થશે.મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે,અગાઉ 2019માં યોજાયેલી આ પ્રકારની ઇર્સ્ટન ઇકોનોમીક ફોરમમાં વડાપ્રધાન મોદી અને રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પૂતિને રિજીયોનલ કોલોબરેશન પ્રાદેશિક સહયોગ પર વિશેષ ઝોક આપ્યો હતો. ગુજરાત 224 બિલીયન યુ.એસ. ડોલરના જી.ડી.પી સાથે કેમિકલ, પેટ્રોકેમિકલ્સ, ડેરી, ફાર્માસ્યુટિકલ્સ, સિમેન્ટ, સિરામીક, જેમ્સ એન્ડ જવેલરી, ટેક્ષટાઇલ અને એન્જીનીયરીંગ જેવા ક્ષેત્રોમાં દેશભરમાં ટોચના સ્થાને છે. રાજ્યમાં વિવિધ ઉદ્યોગોની 800 જેટલી વિશાળ મોટી ઇન્ડસ્ટ્રીઝ અને 35 લાખથી વધુ MSME કાર્યરત છે.આગામી વાયબ્રન્ટ સમિટમાં સખા યાકુત્યાના વેપાર ઉદ્યોગના  અગ્રણીઓ પ્રતિનિધિમંડળ સાથે સહભાગી થવા એઝિન નિકોલાઇને આમંત્રણ પણ પાઠવ્યું હતું. હવે ગુજરાતનું આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિત્વ વધુ મજબૂત બનાવવા મુખ્યમંત્રી રૂપાણી ઓકટોબરના પ્રથમ સપ્તાહમાં યોજાનારા દુબઈ એક્સપોની મુલાકાત લઈ શકે છે. દુબઈ એક્સપોમાં ગુજરાતનો એક સ્ટોલ પણ ઊભો થઈ શકે છે. એક્સપોમાં એકત્ર થયેલા વૈશ્વિક ઉદ્યોગપતિઓ તથા સાહસિકોને મળીને વાઈબ્રન્ટ ગુજરાત સમીટમાં સામેલ થાય અને 2022માં જ ગુજરાત સરકાર હવે નેશનલ ડિફેન્સ એક્સપોનું યજમાનપદ સંભાળવાની છે તેથી પણ ગુજરાતમાં સંરક્ષણ ઉત્પાદનો સાથે જોડાયેલા ઉદ્યોગો આવે એ નિશ્ચિત કરશે. આગામી વર્ષના મધ્ય બાદ ચૂંટણીનો માહોલ તૈયાર થઈ જશે અને તેથી 2022ના પ્રથમ વર્ષમાં નવા ઉદ્યોગો માટે એક પ્લેટફોર્મ તૈયાર કરવા યાત્રા તથા સૌપ્રથમ સક્ષમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ યોજાશે. જેમાં આ વર્ષની થીમ ક્લીન, એનર્જી તથા ટૂરિઝમ હશે. તા.1 ઓકટોબરની દુબઈ એક્સપો યોજાવાનો છે. જેમાં હાજર વૈશ્વિક કંપનીઓને વાઈબ્રન્ટમાં આવવા આમંત્રિત કરાશે. આગામી વર્ષનો વાઈબ્રન્ટ અલગ લુકનો હશે અને એમાં વન ટુ વન મીટિંગો વધુ હશે. ભારત સંરક્ષણ ઉત્પાદનમાં પગભર થવા લાગી છે, તેથી ગુજરાતને આ સારી તક છે. આ બન્ને આયોજનો મહાત્મા મંદિર ખાતે હશે અને ધોલેરા ‘સર’ ઝોનને હવે દોડતું કરવાની પણ યોજના છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: