16 C
Ahmedabad
Sunday, January 23, 2022
spot_imgspot_img

Latest Posts

RT-PCR અને રેપિડ ટેસ્ટ્સ દ્વારા ટેસ્ટિંગ ઝડપી કરવામાં આવે : મોદી

  • દેશમાં વધતા સંક્રમણ વચ્ચે પીએમ એ યોજી હાઈ લેવલની બેઠક
  • RT-PCR અને રેપિડ ટેસ્ટ્સ દ્વારા ટેસ્ટિંગ ઝડપી કરવામાં આવે : મોદી
  • ગામડાઓમાં ડોર ટુ ડોર ટેસ્ટિંગ અને સર્વેલન્સની કરવી જોઈએ વ્યવસ્થા : પીએમ
  • ગામડાઓમાં કોરોનાના વધતા જતા કેસો પર વ્યક્ત કરી ચિંતા

દેશમાં વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે વડાપ્રધાન મોદીએ શનિવારે એક હાઇ લેવલ બેઠકનું આયોજન કર્યું હતું. છે. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં અધિકારીઓને પીએમ મોદીએ કહ્યુહતું કે, જે રાજ્યોના જિલ્લામાં પોઝિટિવિટી રેટ વધુ છે, ત્યાં ટેસ્ટીંગ વધારવા પર ભાર મુક્યો હતો. વડપ્રધાન કાર્યાલય તરફથી મળેલી જાણકારી અનુસાર, વડાપ્રધાન મોદીએ હાઈ-પોઝિટિવિટીવાળા વિસ્તારમાં ટેસ્ટિંગ વધારવાના પણ નિર્દેશ આપ્યા હતા અને RT-PCR અને રેપિડ ટેસ્ટ્સ દ્વારા ટેસ્ટિંગ ઝડપી કરવામાં આવે. તેમણે અધિકારીઓને કહ્યું હતું કે, તે રાજ્યોને કોઈપણ દબાવ વગર મહામારીના સાચા આંકડા સામે રાખવા માટે પ્રોત્સાહિત કરે.
ગ્રામીણ વિસ્તારમાં સ્વાસ્થ્યની સુવિધાઓ સારી કરવા પર ભાર આપતાં તેમણે કહ્યું હતું કે, ત્યાં ડોર-ટૂ-ડોર ટેસ્ટિંગ અને સર્વેલાન્સ પર ફોકસ કરવું જોઈએ તેમજ આશા અને આંગણવાડી વર્કરોને જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ કરાવવાનું કહ્યું છે. ગ્રામીણ વિસ્તારમાં હોમ આઇસોલેશન અને ટ્રીટમેન્ટ માટે સરળ ભાષામાં ચિત્રોની સાથે ગાઇડલાઇન ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા છે. તેમણે કહ્યું કે, ગ્રામીણ વિસ્તારમાં ઓક્સિજનની સપ્લાય નક્કી કરવા માટે એક ડિસ્ટ્રીબ્યૂશન પ્લાન તૈયાર કરવામાં આવે, જેમાં ઓક્સિજન કન્સન્ટ્રેટરની પણ જોગવાઈ હોય. મોદીએ કેટલાક રાજ્યોમાં ધૂળ ખાઈ રહેલા વેન્ટિલેટર્સના રિપોર્ટો પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે તત્કાલ કેન્દ્ર સરકાર તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવેલા વેન્ટિલેટર્સના ઇન્સ્ટોલેશન અને ઓપરેશનને ઓડિટ કરવાનું કહ્યું છે.
દરમિયાન બેઠકમાં વડાપ્રધાન મોદીને જાણકારી આપવામાં આવી હતી કે દેશમાં કોરોના ટેસ્ટિંગ માર્ચની શરૂઆતી દિવસોમાં 50 લાખ પ્રતિ સપ્તાહ હતી તે હવે 1.3 કરોડ પ્રતી સપ્તાહ થઈ ગઈ છે. અધિકારીઓએ ઘટતા ટેસ્ટ પોઝિટિવિટી રેટ અને વધતા રિકવરી રેટથી પણ માહિતગાર કરાવ્યા હતા.વેક્સિનેશનની પ્રક્રિયા વિશે પીએમ મોદીને અપડેટ આપવામાં આવ્યું. આગળ કઈ રીતે વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવશે, તેના રોડમેપ પર પણ ચર્ચા કરવામાં આવી. પીએમ મોદીએ અધિકારીઓને કહ્યુ કે, રાજ્યોની સાથે મળી વેક્સિનેશનની ગતિ વધારવા પર કામ કરે

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: