23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

ટેસ્લા ગુજરાતમાં સ્થાપી શકે છે ઇલેક્ટ્રિક કારનો પ્લાન્ટ

  • ટેસ્લા ગુજરાતમાં સ્થાપી શકે છે ઇલેક્ટ્રિક કારનો પ્લાન્ટ
  • ટેસ્લા કંપની ગુજરાત સરકારના સંપર્કમાં
  • શક્ય તમામ સહાય અને પ્રોત્સાહન આપવાની ગુજરાતે બતાવી તૈયારી
  • બેંગ્લોરમાં રીસર્ચ અને ડેવલોપમેન્ટ સેન્ટર બનાવશે ટેસ્લા

બેંગ્લોરમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ સેન્ટર ટેસ્લા બનાવવા જઇ રહી છે. ટેસ્લા કંપની ગુજરાત સહિત અનેક રાજ્યો સાથે સંપર્કમાં હોવાનું જણાઇ રહ્યુ છે.ત્યારે ઇલેક્ટ્રીક કાર બનાવતી વૈશ્વિક કંપની ટેસ્લાના પ્લાન્ટની ગુજરાતમાં સ્થાપના થઇ શકે છે. રાજ્ય સરકાર ટેસ્લા કંપની સાથે ચર્ચા કરી રહી છે. ટેસ્લા કંપનીએ ગુજરાતમાં તમામ શક્ય સહાય અને પ્રોત્સાહન સ્થાપવાની તૈયારી બતાવી છે. મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં ટાટા સહિતની ઓટો મોબાઇલ કંપનીઓએ પોતાના મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ સ્થાપ્યા છે. આગામી 2 વર્ષમાં ભારતમાં ઇલેક્ટ્રીક કાર કંપની ટેસ્લા પોતાના કેટલાક મૉડલ લોન્ચ કરવાની છે. કંપનીનું સૌથી બેસ્ટ સેલર મૉડલ-3 તથા પ્રીમિયમ એસ પ્રીમિયમ એક્સ 2022 પહેલા ભારતમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. ટેસ્લા કંપની ભારતમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક તથા કેટલાક અન્ય રાજ્યમાં પણ પોતાના નવા પ્લાન્ટ માટે જગ્યા શોધી રહી છે. ટેસ્લા સાથે ચર્ચા કરી રહેલા ગુજરાતના ઉચ્ચ અધિકારીઓનું માનવુ છે કે ગુજરાત ઉર્જા હબના રૂપમાં તથા એક વિકાસ મૉડલના રૂપમાં વિશ્વના નકશા પર ઉભર્યુ છે ત્યારે હ્યુંડઇ, મારૂતિ તથા ટાટા બાદ ટેસ્લા કંપની પણ પ્લાન્ટ માટે ગુજરાતને પસંદ કરશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં નંદીગ્રામમાં ટાટા ઓટોમોબાઇલની સૌથી સસ્તી કાર નૈનોના પ્લાન્ટનો પશ્ચિમ બંગાળના વર્તમાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઉગ્ર વિરોધ કર્યો હતો.ત્યારે પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોની સરકાર હતી.મમતા બેનર્જીના ઉગ્ર વિરોધ બાદ ટાટા મોટર્સેને પોતાનો પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટાટા મોટર્સના અધ્યક્ષ રતન ટાટાને તેમના  ફોન પર “વેલકમ” લખેલો મેસેજ મોકલ્યો હતો. આ એક મેસેજમાં ટાટાનું મન પુરી રીતે બદલી દીધુ અને તે તુરંત ગુજરાત આવવા તૈયાર થઇ ગયા હતા અને ત્યારબાદ ગુજરાતના સાણંદમાં નેનો પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી હતી.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: