14 C
Ahmedabad
Friday, January 14, 2022
spot_imgspot_img

Latest Posts

અમરાઈવાડીમાં લુખ્ખા તત્વોનો આતંક, લોકોને રસ્તા પર ચાલવુ પણ હવે મુશ્કેલ

  • અમદાવાદનો અમરાઈવાડી વિસ્તાર બન્યો ગુનેગારોનું એપી સેન્ટર
  • અમરાઈવાડીમાં લુખ્ખા તત્વોનો વધ્યો આતંક
  • લુખ્ખા તત્વોના વધતા આતંકને કારણે લોકોને રસ્તા પર ચાલવુ પણ હવે મુશ્કેલ
  • રસ્તા પર જતા અજાણ્યા ત્રણ ઇસમોએ નશાની હાલતમાં 4 લોકો પર કર્યો ચાકુથી હુમલો
  • 22 ડિસેમ્બરની મધરાત્રે અમરાઈવાડી વિસ્તારમાં બન્યો હતો આવો જ કિસ્સો
  • પોલીસે તમામ આરોપીઓને રાઉન્ડઅપ કરી હાથ ધરી કાયદેસરની કાર્યવાહી

મેટ્રો સીટી એવા અમદાવાદનો અમરાઈવાડી વિસ્તાર ગુનેગારોનું એપી સેન્ટર બની ગયું છે. અમરાઈવાડીમાં જૂની અદાવતમાં મારામારીની ઘટના તો દિવસેને દિવસે બનતી રહેતી હોય છે.  પરંતુ અમરાઈવાડીમાં હવે સામાન્ય માણસને રસ્તા પર ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. રસ્તે જતા રાહદારીને નશામાં ફરતા ગુનેગારો  રસ્તામાં ચાકુ મારીને જતા રહે છે.  આવોજ કંઈક બનાવ 22 ડિસેમ્બરની મધ્ય રાત્રે અમરાઈવાડી વિસ્તારમાં બન્યો હતો. જેને લઇ પોલીસે તમામ આરોપીઓને રાઉન્ડઅપ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.   

શહેરમાં દિવસેને દિવસે લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે. ત્યારે  વધુ માહિતી મુજબ અમરાઈવાડીના ભીલવાડામાં રહેતા યશવંત ભૈય્યાજી રાત્રે 12 વાગ્યાની આસપાસ નોકરીથી છૂટી પોતાના ઘરે જતા હતા ત્યારે રસ્તામાં જતા 3 આરોપી યુવકો (જયેશ, અંકિત, અને એક સગીર )  પુરપાટ ઝડપમાં પોતાની મોટર સાયકલ પર આવીને અચાનક તેમને છાતીના ભાગમાં ચાકુ મારીને નાસી છૂટ્યા હતા.  ઇજાગ્રસ્ત થયેલા યુવકને ઇમર્જન્સીમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

ત્યારબાદ આ ગુનાથી ન અટકતા ત્રણેય આરોપીઓ હાટકેશ્વરના જાહેર સૌચાલય પાસે જીગર સોલંકી નામના વ્યક્તિ પર અચાનક ગાલ પર ચાકુથી હુમલો કર્યો હતો. જેમાં ઘાયલ યુવકે એક આરોપીનો પરિચિત જ નીકળ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકને તાત્કાલિક એલ.જી.હોસ્પિટલ ખાતે ખસેડાવમા આવ્યો હતો . તેમજ તીક્ષ્ણ હથિયાર થી કરેલા ઘાને કારણે તેને  ગાલ પર 20 થી 25 ટાંકા લેવા પડ્યા હતા.   આરોપીઓને પોલીસ ના કોઈ ખોફ ન હોવાને કારણે રસ્તામાં અન્ય 2 લોકો પર ચાકુ થી હુમલો કર્યો હતો.  

 જેમાં તેઓ વીરબહાદૂર શાસ્ત્રી નામના વ્યક્તિને ખભાના ભાગે ચાકુ મારીને નાસી છૂટ્યા હતા.    અન્ય કિસ્સામાં મેહુલ પરમાર નામના વ્યક્તિ પર હાથ પર ચાકુ મારીને ભાગી જવાની સાથે સાથે આરોપીઓ ના મગજમાં એવો નશો હતો કે એકસાથે ચાર લોકોને વગર વાંકે ચાકુ માર્યા બાદ જાણે કાંઈ થયુ જ ના હોય તેમ બેખોફ થઇ પોતાના ઘરે જતા હતા.    આ તમામ હુમલા અંગે કંટ્રોલ રૂમમાં જાણ થતા પોલીસ પણ દોડતી થઇ હતી  અને રાતોરાત આરોપીઓ ને તેમના ઘરે થી દબોચી લીધા હતા. 

વધુમાં  અંગત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ત્રણેય આરોપીઓએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે તમામ ગાંજાનો નશો કરેલી હાલતમાં હતા  જેમાંથી એક સગીર વયનો આરોપી પણ સામેલ હતો. સાથે જ પોલીસે તમામ આરોપીઓને રાઉન્ડઅપ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રવિ રાઠોડ લાઈવ ગુજરાત ન્યુઝ અમદાવાદ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: