24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

પોલીસ ની સખ્તાઈ પર ખેડૂત નેતાનાં આવ્યા આંસુ

  • પોલીસ ની સખ્તાઈ પર ખેડૂત નેતાનાં આવ્યા આંસુ
  • કાયદો પરત ખેંચો નહીંતર આત્મહત્યા કરીશ : રાકેશ ટિકૈત
  • પોલીસે 44 ખેડૂત નેતાઓ વિરુદ્ધ આપી લુકઆઉટ નોટિસ

દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાના બે દિવસ પછી પ્રશાસને ખેડૂતોને ગાજીપુર બોર્ડરનો વિસ્તાર ખાલી કરવાનું કહ્યું છે. પોલીસની ચેતવણી પછી ધરણાં પર બેઠેલા અનેક ખેડૂતો ત્યાંથી ચાલ્યા ગયા.તેમજ સાંજ થતા મોટી સંખ્યામાં જ  દિલ્હી અને યુપી પોલીસ ગાજીપુર બોર્ડર પર પહોંચી ગઈ હતી . પોલીસની આ સખતાઈ પર ભારત કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતના આંસુ નીકળી ગયા.

તેમણે રડતાં રડતાં કહ્યું, ‘ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. તેઓને મારવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. જો સરકારે કાયદો પરત ન ખેંચ્યો તો હું આત્મહત્યા કરી લઈશ. હું આ દેશના ખેડૂતોને બરબાદ નહીં થવા દઉં.’ ટિકૈતે કહ્યું, ‘આટલું મોટું ષડયંત્ર થશે તેનો મને ખ્યાલ ન હતો. મેં બધાંની વિરૂદ્ધ જઈને ભાજપને વોટ આપ્યો હતો. મારી પત્નીએ બીજાને મત આપ્યો હતો, પરંતુ મેં ભાજપને વોટ આપ્યો. તેઓને વોટ આપીને મેં ગદ્દારી કરી હતી. આ સરકાર કિસાન બિરાદરીને સમગ્ર દેશમાં બદનામ કરવાનું ષડયંત્ર કરી રહી છે.’ આંદોલન સ્થળ પર પાણીની સપ્લાઈ બંધ કરવાના વિરૂદ્ધમાં ટિકૈતે ગાજીપુર બોર્ડર પર જ અનશન શરૂ કરી દીધા છે.  તે ઉપરાંત દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર પરેડમાં હિંસા પછી પોલીસ સતત એક્શનમાં છે. ઉપદ્રવમાં સામેલ 44 ખેડૂત નેતાઓ વિરુદ્ધ ગુરૂવારે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. હવે તેમના પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવશે, કે જેથી તેઓ મંજૂરી વગર વિદેશ ન જઈ શકે. પોલીસે હિંસાના મામલામાં અત્યાર સુધીમાં 33 FIR દાખલ કરી છે.

હિંસા મામલે ટિકૈત અને જગતારસિંહ બાજવાને નોટિસ આપવા પોલીસ ગુરુવારે બપોરે 12.30 વાગ્યે ગાઝીપુર બોર્ડરે પહોંચ્યા હતા પરંતુ બંને નેતાઓ સામે ન આવ્યા. જે બાદ પોલીસે તેમના ટેન્ટ પર નોટિસ ચીપકાવી દીધી હતી. તો ગાજીપુર બોર્ડ પર વીજળી કાપવાની વાતથી નારાજ ટિકૈતે કહ્યું, ‘સરકાર દહેશત ફેલાવવાનું કામ કરે છે. ગામમાં મુશ્કેલી પડી તો કિસાન લોકલ પોલીસ સ્ટેશને જશે. ત્યાં જે પણ થશે, તે માટે સરકાર જવાબદાર હશે.દિલ્હીની સિંધુ બોર્ડર પર બે મહિનાથી આંદોલન કરી રહેલા ખેડૂતોને હવે લોકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ગુરુવારે બપોરે કેટલાંક લોકોએ બોર્ડર પર પહોંચીને સૂત્રોચ્ચારો કર્યા. લોકોના હાથમાં બેનર હતા જેના પર લખ્યું હતું કે તિરંગાનું અપમાન નહીં સહન કરીએ.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: