23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ પર તાલિબાને કર્યો કબ્જો

  • અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ પર તાલિબાને કર્યો કબ્જો
  • તમામ જગ્યાએ હુકુમત બાદ હવે સ્ટેડિયમો પણ તાલિબાનના કબ્જામાં 
  • પૂર્વ ક્રિકેટર અબ્દુલ્લા મઝારી પોતે તાલિબાનોને લઈને પહોંચ્યો ઓફિસ
  • તાલિબાનો ક્રિકેટપ્રેમી છે : અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના સીઈઓ
  • અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના સીઈઓએ ટ્વીટ કરી આપી માહિતી

અફઘાનિસ્તાનમાં હાલમાં તાલિબાનોનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે અફઘાનિસ્તાનમાં તમામ સત્તા કબ્જે કર્યા બાદ તાલિબાન હવે તમામ સંસ્થાઓ પર પોતાનો ઝંડો ફરકાવવા જઈ રહ્યું છે. આ સાથે જ તાલીબાનોએ અફધાનીસ્તાનના ક્રિકેટ બોર્ડ પર પણ પોતાનો કબજો જમાવી લીધો છે. ચોંકાવનારી વાત તો એ છે કે તાલિબાનોને ત્યાં લઇ જનાર બીજું કોઈ નહીં ,પરંતુ પૂર્વ અફઘાન ઈન્ટરનેશનલ ક્રિકેટર અબ્દુલ્લા મઝારી જ હતો.

તાલીબાનોએ અફઘાનિસ્તાન બાદ બળજબરીપૂર્વક પર પોતાનો કબજો જમાવી દીધો છે.જેમાં અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ પણ સામેલ છે. તાલિબાનોએ ગુરુવારે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડની ઓફિસમાં એન્ટ્રી મારી લીધી છે.અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના CEO હામિનદ શિનવારીએ લોકોને કહ્યું હતું કે ત્યાં ક્રિકેટ સુરક્ષિત છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે તાલિબાનો ક્રિકેટપ્રેમી છે અને તેમણે શરૂઆતથી જ અમને સપોર્ટ કર્યો છે અને અત્યારે અફઘાનિસ્તાનના દરેક ક્રિકેટર અને તેમના પરિવારના સભ્યો સુરક્ષિત છે.તાલિબાનોએ અફઘાનિસ્તાનનાં 6 પ્રમુખ સ્ટેડિયમ પણ પોતાના બાનમાં લઇ લીધાં છે, જેમાં કાબુલનું સ્ટેડિયમ પણ સામેલ છે. અફઘાનિસ્તાન ક્રિકેટ સાથે જોડાયેલા અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે દેશમાં અત્યારે જે કંઇપણ થઈ રહ્યું છે એની અસર ક્રિકેટ અથવા કોઇપણ સ્પોર્ટ્સ પર નહીં થાય. અફઘાનિસ્તાનની ટીમ ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં પણ ભાગ લઈ શકશે.અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના મેનેજર હિકમત હસને કેટલાક દિવસો પહેલાં પુષ્ટિ કરતાં કહ્યું હતું કે અફઘાનિસ્તાનની ટીમ UAEમાં આયોજિત T-20 વર્લ્ડ કપમાં ભાગ લેશે. અફઘાનિસ્તાને ટોપ-8 ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખીને સીધું વર્લ્ડ કપમાં ક્વોલિયાફાઇ કરી લીધું છે.અફઘાનિસ્તાનની ટીમ પાકિસ્તાન સામેની સિરીઝ શ્રીલંકામાં રમશે. વળી, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ સાથે ત્રિકોણીય T-20 સિરીઝનું આયોજન કરવા મુદ્દે પણ કામ કરી રહ્યું છે, જેના વેન્યુ માટે શ્રીલંકા અથવા મલેશિયા સાથે ચર્ચાઓ થઈ રહી છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: