19 C
Ahmedabad
Thursday, January 20, 2022
spot_imgspot_img

Latest Posts

વેજલપુર વિસ્તારમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા સર્વે પૂર્ણ કરાયો

  • વેજલપુર વિસ્તારમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા સર્વે કરાયો પૂર્ણ
  • તમામ ઝુપડાવાસીઓને અન્નબહ્મ યોજનામાં સમાવેશ કરવા કરાયો હતો સર્વે
  • સર્વે બાદ તૈયાર કરેલ યાદી પ્રમાણે અન્નબહ્મ યોજનાનું અનાજ કરાશે વિતરણ 
  • ધારાસભ્ય કિશોર ચૌહાણની રજૂઆતને ધ્યાનમાં રાખી કરાયો સર્વે
  • વેજલપુર વિસ્તારના શ્રમજીવી પરિવારોના ઝુપડાઓમા લાગી હતી આગ

એકાદ પખિવાડયા પહેલા વેજલપુર વિસ્તારના શ્રમજીવી પરિવારોના ઝુપડાઓમા આકસ્મિક આગ પ્રસરતા તમામ કાચા મકાનો સહિતના ઝુપડાઓ બળી ગયા હતા. જેને કારણે શ્રમજીવીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ધારાસભ્ય કિશોર ચૌહાણની રજુઆતોને ધ્યાનમા લઈને પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમએ એક સપ્તાહનો સ્થળ પર સવેઁ કર્યો હતો. અસરગ્રસ્તોની યાદી તૈયાર કરીને તેઓને સોમવાર થી અન્નબહ્મ યોજનાનું અનાજ વિતરણ આપવામાં આવશે. તૈયારીઓને પણ આખરી ઓપ આપી દેવાયો છે તેમજ તેઓને રેશનકાડઁ પણ વિનામુલ્યે તમામ પરિવારોને આપવામા આવશે.

તાજેતરમાં અમદાવાદના વેજલપુર વિધાનસભા ક્ષેત્રમાં આવતા અને આકસ્મિક આગમાં જે શ્રમજીવી પરિવારોના ઝુપડા-કાચા મકાનો બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા અને તેઓ પાસે કોઈપણ જાતના આધારભૂત પુરાવા નહોતા તેવા પરિવારોની મદદે સ્થાનિક ધારાસભ્ય કિશોર ચૌહાણની રજુઆતોને ધ્યાનમા લઈને પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમએ એક સપ્તાહનો સ્થળ પર સર્વે કર્યો હતો. તમામ ઝુપડાવાસીઓને અન્નબહ્મ યોજનામા સમાવેશ કરવા માટેનો સર્વે પુરો કયોઁ હતો. આ તમામ ઝુપડા -કાચા મકાનોમા રહેતા પરિવારો ગરીબ કલ્યાણ યોજના થી વંચિત ના બંને તે માટે તેઓને અન્નબહ્મ યોજનાનું વિતરણ પણ તાકીદે સોમવાર થી સ્થાનિક ધારાસભ્ય કિશોર ચૌહાણ અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓની દેખરેખમા વિતરણ શરુ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે એકાદ પખિવાડયા પહેલા વેજલપુર વિસ્તારના શ્રમજીવી પરિવારોના ઝુપડાઓમા આકસ્મિક આગ પ્રસરતા તમામ કાચા મકાનો સહિતના ઝુપડાઓ બળી જતા ઘરવખરી સહિતનો તમામ દસ્તાવેજી પુરાવાઓ સાથે રેશનકાડઁ પણ રાખ થઈ જતા તેઓ માટે વિકટ સમસ્યા ઉભી થઈ હતી. તેને ધ્યાનમા રાખીને રાજ્ય સરકારે સંવેદનશીલ અભિગમ દાખવતા સ્થાનિક ધારાસભ્ય કિશોર ચૌહાણની રજુઆતોને માન આપી પુરવઠા વિભાગએ તુરંત સર્વે હાથ ધરી આવા અસરગ્રસ્તોની યાદી તૈયાર કરીને તેઓને સોમવાર થી અન્નબહ્મ યોજના નું અનાજ વિતરણ આપવામાં આવશે. તૈયારી ઓને પણ આખરી ઓપ આપી દેવાયો છે તેમજ તેઓને રેશનકાડઁ પણ વિનામુલ્યે આપવામા આવશે.

હરેશ ગજ્જર લાઈવ ગુજરાત ન્યુઝ અમદાવાદ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: