17 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

ચોટીલા હાઇવે પરથી સુરેન્દ્રનગર પોલીસે કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતની કરી અટકાયત

  • કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત
  • ચોટીલા હાઈવે પરથી સુરેન્દ્રનગર પોલીસે કરી અટકાયત
  • અમરેલી એસપી નિર્લિપ્ત રાય વિરુદ્ધ કર્યું હતું શેખાવતે વિવાદિત નિવેદન
  • સુરજદેવળ મંદિર ખાતે કાર્યક્રમમાં કર્યું હતું અપમાનજનક નિવેદન
  • કાઠી સંમેલનમાં પોલીસ વિરુદ્ધના ભાષણ મામલે શેખાવત સામે થઇ કાર્યવાહી
  • શેખાવતની અટકાયત બાદ સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશનને ચુસ્ત બંદોબસ્ત

કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતની ચોટીલા હાઈવે પરથી સુરેન્દ્રનગર પોલીસે અટકાયત કરી છે. સુરજદેવળ મંદિર ખાતે કાર્યક્રમમાં SP નિર્લિપ્ત રાય વિરૂદ્ધ અપમાનજનક  નિવેદન મામલે પોલીસે ગતરોજ રાજ શેખાવતની ધરપકડ કરી હતી.

ગુજરાત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતની ચોટીલા હાઈવે પરથી સુરેન્દ્રનગર પોલીસે અટકાયત કરી છે. અમરેલી SP નિર્લિપ્ત રાય વિરુદ્ધ કરેલા વિવાદિત નેવેદનને લઈ પોલીસ દ્વારા  આ કાર્યવાહી કરાઈ છે. સુરજદેવળ મંદિર ખાતે એક કાર્યક્રમમાં અપમાનજનક નિવેદન કર્યું હતું. જે બાદ પોલીસે આજે તેની અટકાયત કરી છે. અને અટકાયત બાદ પોલીસ મથક પર ચૂસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. તેમજ સુરેન્દ્રનગર ડીવાયએસપી હિમાંશુ દોશી ના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ આ મામલે માહિતી આપવામાં આવી હતી. તે અંતર્ગત    ચોટીલા ના નવા સુરજદેવળ ખાતે તાજેતરમાં યોજાયેલ સંમેલન મા કરણી સેના પ્રદેશ અધ્યક્ષ રાજેન્દ્ર સિંહ ઉર્ફે રાજ શેખાવત દ્વારા અમરેલીના એસપી નિર્લિપ્ત રાય વિરુદ્ધ વાણીવિલાસ મામલે સુરેન્દ્રનગર પોલીસે કરી ધરપકડ સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે કરણી સેના ના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત ને રાખવામાં આવ્યા છે. સાથે જ  ચોટીલા થાન અને સુરેન્દ્રનગરમાં વધારવામાં આવ્યો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.  આ સાથે જ  શેખાવત ની ધરપકડના પગલે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે કરણી સેનાના હોદેદારો અને યુવકો ઉમટી પડ્યા, ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.  

શું  નિવેદન આપ્યું હતું રાજ શેખાવતે….

અમે જોઈ લઈશું અમરેલીના એસપીમાં કેટલી તાકાત છે. ફૌજી માણસ છું, જે બોલું છું તે કરું છું. સંવિધાનનો સહારો લઈને મારા સમાજને દબાવે છે. એકવાર યુનિફોર્મ લઈને આવી જા, સામસામે લડી લઈએ. શેખાવત એકલો ભારે પડશે. આ એ સમાજ છે જેણે ઈતિહાસ રચ્યો છે, જેણે બલિદાન આપ્યા છે. તુ યુનિફોર્મમાં છે એટલે બચી ગયો છે, બાકી તો ગુમ થઈ ગયો હોત.

યજ્ઞેશ ગોસ્વામી લાઈવ ગુજરાત ન્યુઝ સુરેન્દ્રનગર

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: