12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

ટ્રેક્ટર રેલી અંગે ચુકાદો આપવા સુપ્રીમ કોર્ટે કર્યો ઇન્કાર

  • દિલ્લી ખાતે આંદોલન કરી રહેલા ખેડૂતો કરશે ટ્રેક્ટર રેલીનું આયોજન
  • ટ્રેક્ટર રેલી અંગે ચુકાદો આપવા અંગે સુપ્રીમ કોર્ટે કર્યો ઇન્કાર
  • ટ્રેક્ટર રેલી અંગેનો નિર્ણય દિલ્લી પોલીસે કરવાનો છે, સુપ્રીમ કોર્ટે નહીં  
  • કેન્દ્ર સરકારને અરજી પાછી લેવા સુપ્રીમે કર્યો આદેશ

ટ્રેક્ટર રેલી અંગે ચુકાદો આપવાનો ઇનકાર સુપ્રીમ કોર્ટે ફરી એક વખત કર્યો છે. દિલ્લી બોર્ડર ખાતે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. આંદોલન પર બેઠેલા ખેડૂતો પ્રજાસત્તાક દિવસે ટ્રેકટર રેલીનું આયોજન કરવાના છે. ટ્રેકટર રેલી અંગે સુપ્રીમ કોર્ટેમાં અરજી કરવામાં આવી હતી.આ અંગે કોઈ પણ ચુકાદો આપવાની સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી હતી. ટ્રેક્ટર રેલી કાઢવાના મુદ્દે સુનાવણી કરતા કહ્યું હતું કે ટ્રેક્ટર રેલી બાબતે દિલ્હી પોલીસે નિર્ણય કરવાનો છે, સુપ્રીમ કોર્ટે નહીં. આજે પણ આ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એવી સૂચના આપી હતી કે ટ્રેક્ટર મુદ્દે કરેલી અરજી પાછી ખેંચી લો. ટ્રેક્ટર રેલી બાબતે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટ આ ટ્રેક્ટર રેલી બાબતે કોઇ આદેશ આપે. સુપ્રીમ કોર્ટે સતત બીજીવાર આ મુદ્દે કંઇ કહેવાનો ઇનકાર કર્યો હતો. ચીફ જસ્ટિસ એસ એ બોબડે, જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને જસ્ટિસ વિનીત શરણની બનેલી બેંચે કહ્યું હતું કે અમે ટ્રેક્ટર રેલી અંગે કોઇ આદેશ આપી શકીએ એમ નથી. તમને અરજી પાછી ખેંચવી હોય તો અમે પરવાનગી આપીએ છીએ. આમ હવે આ મુદ્દો ફરી કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચેનો થઇ ગયો છે. ખેડૂતો પોતાની જિદ પર અડગ છે અને સરકાર પોતાની જિદ પર મક્કમ છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: