12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

જેલના કેદીઓમાં કોરોનાનું સંક્રમણ વધતા સુપ્રીમનો આદેશ

  • દેશમાં કોરોનાનું સંક્રમણ યથાવત
  • સામાન્ય લોકો સાથે જેલના કેદીઓમાં પણ વધ્યું સંક્રમણ
  • જેલના કેદીઓમાં કોરોનાનું સંક્રમણ વધતા સુપ્રીમનો આદેશ
  • જેલોમાં બંધ કેદીઓને 90 દિવસની પેરોલ પર છોડવા આપ્યા આદેશ
  • જેલમાં કેદીઓની સંખ્યા ઘટાડી કોરોના સંક્રમણ ઓછુ કરી શકાય : સુપ્રીમ કોર્ટ

દેશમાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ ઘટક સ્વરૂપ ધારણ કરી રહ્યું હોય તેવું નજરે પડી રહ્યું છે. ત્યારે સામાન્ય વ્યક્તિ ની સાથે સાથે હવે જેલના કેદીઓમાં પણ કોરોના સંક્રમણ માં વધારો થતો જોવા મળી રહ્યો છે. જેને લઇ આ સંજોગોમાં હવે સુપ્રીમ કોર્ટે જેલોમાં બંધ કેદીઓને 90 દિવસની પેરોલ પર છોડવા માટે આદેશ જાહેર કર્યો છે. જેથી જેલોમાં કેદીઓની સંખ્યા ઘટાડી શકાય અને કોરોના સંક્રમણ ઓછુ કરી શકાય. સુપ્રીમાં ના આદેશ મુજબ પેરોલ ની મુદ્દત પૂર્ણ થયા બાદ એટલે કે 90 દિવસ બાદ તમામ કેદીઓ ફરી જેલમાં પાછા ફરશે . સુપ્રીમ કોર્ટે આ આદેશનો અમલ કરવા માટે તમામ રાજ્યોને એક કમિટી બનાવવાનુ પણ કહ્યુ  છે. તેમજ આ કમિટી નક્કી કરશે કે કયા કેદીને છોડવામાં આવે અને કયા કેદીને નહીં. તેમજ  જે કેદીને હળવી સજા થઈ હશે તેવા કેદીઓને પ્રાથમિકતા આપવામાં આવશે.નોંધનીય છે કે ગત વર્ષે પણ આ જ રીતે કેટલાક કેદીઓને થોડા સમય માટે જેલમાંથી છોડવામાં આવ્યા હતા.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: