16 C
Ahmedabad
Sunday, January 16, 2022
spot_imgspot_img

Latest Posts

કોરોના મામલે સુપ્રીમ કોર્ટ ફરી ગુજરાત સરકારથી ખફા

  • વળતર માટે ડેથ સર્ટીફીકેટ પૂરતા : સુપ્રીમ  
  • કોરોના મામલે સુપ્રીમ કોર્ટ ફરી ગુજરાત સરકારથી ખફા
  • વળતર આપવા અંગે કમિટી રચવાના ગુજરાતના નિર્ણયથી નારાજ સુપ્રીમ કમિટી રચવાનો
  • ગુજરાત સરકારનો નિર્ણય સુપ્રીમકોર્ટના નિર્દેશોનો અંત લાવવાનો પ્રયાસ

મહામારી કોરોનાને કારણે સ્વજન કે વડીલ કે પછી કુટુંબના સભ્ય ગુમાવનાર  પરિવારજનોને 50 હજાર રૂપિયાની સહાયની ચુકવણીના મુદ્દે  સુપ્રીમકોર્ટે ગુજરાત સરકાર સામે રોષ  વ્યક્ત કર્યો હતો. વળતર આપવા અંગે કમિટી રચવાના ગુજરાતના  નિર્ણય સામે સુપ્રીમકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે ગુજરાત સરકારે કોવિડ પીડિતોના પરિવારજનોને વળતર માટે ઠેર ઠેર ભટકવા મજબૂર કર્યા છે.

સુપ્રીમકોર્ટે ગુજરાત સરકાર સામે રોષ  વ્યક્ત કરતા  કોરોનાના કારણે મૃત્યુ પામનાર લોકોના પરિવારને વળતર આપવાના અમલે  ગુજરાત સરકારના મુખ્ય સચિવ અને આરોગ્ય સચિવને હાજર થવાની ચેતવણી આપતા સુપ્રીમ કોર્ટે  કહ્યું હતું કે જે લોકો પહેલેથી જ પીડિત છે તેમની સાથે આવું થવું જોઈએ નહીં. સરકારે વિરોધ કરવાને બદલે મદદ માટે હાથ લંબાવવો જોઈએ. તમારા અધિકારીઓ આ બાબતને અયોગ્ય રીતે લઈ રહ્યા છે. લોકો હજુપણ પીડિત છે એ સચ્ચાઈ છે.રાજ્ય સરકારે રચેલી સ્ક્રુટીની કમિટી મુદ્દે સુપ્રીમકોર્ટની બેન્ચે કહ્યું હતું કે આ તપાસ સમિતિ રચવાનો સવાલ પેદા થતો નથી. અમને જાણવા મળ્યું છે કે લાંબી કતારો છે અને વળતર માટેના ફોર્મ પણ જટિલ છે. આ ગરીબ લોકો છે. આક્રોશ વ્યક્ત કરવા માટે અમારી પાસે શબ્દો નથી. તમે થોડા વધુ સંવેદનશીલ કેમ થઈ નથી શકતા? ઉલ્લેખનીય છે કે ગત 4 ઓક્ટોબરના રોજ આપેલા ચુકાદામાં સુપ્રીમકોર્ટે નેશનલ ડિઝસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીની ભલામણ અનુસાર કોરોના મૃતકોના પરિવારજનોને 50 હજાર રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ આપ્યો હતો. અરજદાર ગૌરવ બંસલે કોર્ટને જણાવ્યું હતું કે કોવિડ મૃત્યુ પ્રમાણપત્રના માપદંડોને લઈને સુપ્રીમકોર્ટની અગાઉની જાહેરાતના બદલે ગુજરાત સરકારે પ્રમાણપત્રો અંગે નવું મોડ્યુલ બનાવ્યું છે. રાજ્ય સરકારે કોરોના મૃત્યુ પ્રમાણપત્ર જારી કરવા માટે એક સમિતિની રચના કરી છે. મૃત્યુના કારણોને પ્રમાણિત કરતા દસ્તાવેજો મેળ‌વવા માટે સમિતિ સમક્ષ પ્રતિનિધિત્વ કરાશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સ્ક્રુટીની કમિટી રચવાનો ગુજરાત સરકારનો નિર્ણય સુપ્રીમકોર્ટના નિર્દેશોનો અંત લાવવાનો પ્રયાસ છે. અમે પહેલેથી જ કહ્યું હતું કે લોકોની ફરિયાદોના નિવારણ માટે સમિતિ બનાવાવની જરૂર છે. તપાસ માટે નહીં. સુપ્રીમકોર્ટના જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ બીવી નાગરત્નાની બેન્ચે આ કેસની સુનાવણી કરતા ગુજરાત સરકારને કોરોના વળતર ચુકવવા મુદ્દે શું કામગીરી કરી એને લઈને રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું. સાથે જ કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારજનો કોરોના પોઝિટિવી થયાનું દર્શાવતો આરટીપીસીઆર રિપોર્ટ અને ટેસ્ટ થયાના 30 દિવસમાં મૃત્યું થયું હોવાનું દર્શાવતું ડેથ સર્ટિફિકેટ રજૂ કરે તેઓ વળતર માટે લાયક છે.  

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: