20 C
Ahmedabad
Sunday, January 23, 2022
spot_imgspot_img

Latest Posts

પાલનપુર પોલિટેકનિકના વિધાર્થીઓએ બનાવી હાઇબ્રિડ સોલાર સાયકલ

  • પેટ્રોલ ડીઝલના ભાવોમાંથી મુક્તિ મેળવવા વિધાર્થીઓનું ઇનોવેટીવ
  • જૂની સાયકલને હાઈબ્રીડ સોલર સાયકલમાં કરી તબદીલ
  • બાઇક અને સ્કૂટીની જેમ રેસ આપતા જ સાઇકલ રસ્તા પર દોડે છે

તાજેતરમાં વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવોમાંથી મુક્તિ મળે અને પ્રદુષણ ઘટે તેને લઈ પાલનપુર પોલિટેકનિકના વિધાર્થીઓએ  પોતાની જૂની પડેલી સાયકલને આધુનિક ઉપકરણોથી સજ્જ કરી હાઇબ્રિડ સોલર સાઇકલ બનાવી છે. વિદ્યાર્થીઓના આ અનોખા આઇડિયાથી તૈયાર થયેલી સાઇકલ પેડલથી તો ચાલે જ છે પરંતુ બાઇક અને સ્કૂટી ની જેમ રેસ આપતા પણ આ સાઇકલ રસ્તા પર દોડે છે. જેને જોઈ સૌકોઈ અચરજ પામે છે.

જી હા સોલાર સાયકલ… ટીવી સ્ક્રીન ઉપર દેખાતી આ જૂની સાયકલ એ કોઈ સામાન્ય સાયકલ નથી પરંતુ આ છે આધુનિક જમાનાની હાઇબ્રિડ સોલાર સાયકલ. એક ન માની શકાય તેવી આ સાયકલ પાલનપુર ખાતે આવેલી પોલીટેકનીક કોલેજમાં કાર્યરત સરકારની એસએસઆઈપી પોલિસી હેઠળ અભ્યાસ કરતા પોલિટેકનિક કોલેજના ઇલેક્ટ્રિક વિભાગના વિદ્યાર્થી જૈમિન રાવલની ટીમે બનાવી છે. સતત વધી રહેલા પેટ્રોલ ડિઝલના ભાવ વધારામાંથી મુક્તિ મેળવવા તેમજ વાહનોના ઈંધણથી થતું પ્રદૂષણ અટકે તે માટે આ સાયકલ તૈયાર કરાઈ છે. આ સાયકલ વિદ્યાર્થીના ઘરે ઉપયોગ વિહોણી બની ગઈ હતી ત્યારે આ ઉપયોગ વિહોણી સાયકલને  આધુનિક ઉપકરણોથી સજ્જ કરી સોલાર સાઇકલ બનાવવાનો વિચાર આવતા એસઆઈપી પોલિસીમાં ફરજ બજાવતા પ્રોફેસરોના માર્ગદર્શન હેઠળ જૈમિન રાવલે બનાવી દીધી હાઇબ્રીડ સોલાર સાઇકલ જે પેડલથી તો ચલાવી શકાય છે પરંતુ સાઇકલને સોલાર પ્લેટ, બેટરી સહિતના આધુનિક ઉપકરણોથી સજ્જ કરતા આ સાઇકલ ૪ કલાક ચાર્જ કરતા 30 કિલોમીટર દોડે છે. જોકે રસ્તા પર પેડલની જગ્યાએ રેસથી દોડતી સાઈકલને જોઈ સૌ કોઈ અચરજ પામે છે. મહત્ત્વની વાત એ છે કે આ સાઇકલ ફક્ત  ચાર્જિંગ કરવાથી જ નથી ચાલતી પરંતુ ચાર્જિંગ પૂરું થઈ ગયા બાદ પણ રસ્તા પર દોડી શકે તે માટે આ વિદ્યાર્થીઓએ સાઈકલના પાછળના સ્ટેન્ડ ઉપર સોલર પ્લેટ લગાવી છે જેથી દિવસે સૂર્યપ્રકાશની હાજરીમાં આ સાઇકલ પર લગાવેલી સોલર પ્લેટ સૌર ઊર્જાને મહત્તમ ઇલેક્ટ્રિક પાવરમાં રૂપાંતરિત કરતા સાઇકલની બેટરી ચાર્જ થતી રહે છે. જો કોઇ દિવસ વાદળછાયું વાતાવરણ હોય અને સાઈકલમાં ચાર્જીંગ પૂરું થઇ જાય તો સાઇકલ પેડલથી પણ ચાલી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સાઈકલ તૈયાર કરવા પાછળ વિદ્યાર્થીઓએ  એએસઆઈપિ પોલિસી હેઠળ રૂ.૧૦ હજારનો ખર્ચ કર્યો છે આ સાઇકલને આધુનિક સાઈકલ બનાવવા જૈમીન સહીત તેની ટીમે  ૩૬ વોલ્ટની બેટરી, ૨૦ વોલ્ટની સોલર પેનલ, ૩૬ વોલ્ટની ડીસી મોટર, ૩૬ વોલ્ટ ચાર્જ કંટ્રોલ, બેટરી ચાર્જ ઇન્ડિકેટર અને મોટર કંટ્રોલર નો ઉપયોગ કર્યો છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા  ૧૦ હજારના નૉમિનલ ચાર્જમાં તૈયાર થયેલી આધુનિક સાઇકલ કોલેજ સહિત સમગ્ર પંથકમાં  ચર્ચાસ્પદ બની છે.

  • કેમેરામેન- સુનિલ પરમાર સાથે  કલ્પેશ મોદી  લાઈવ ગુજરાત ન્યુઝ પાલનપુર

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: