24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા સિડની શહેરમાં 2 સપ્તાહનું કડક લોકડાઉન

  • કોરોના સામે જીત મેળવનાર દેશોમાં ફરી એકવાર આવી લોકડાઉનની નોબત
  • ઓસ્ટ્રેલીયામાં ઝડપથી વધી રહયો છે કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટનો ફેલાવો
  • ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા સિડની શહેરમાં 2 સપ્તાહનું કડક લોકડાઉન

કોરોના સામે જીત મેળવનાર દેશોમાં બીજી એકવાર લોકડાઉનનું સંકટ આવ્યું છે. કોરોના વાયરસના અત્યંત ચેપી ડેલ્ટા વેરિઅન્ટના વધતા જતા કેસોને લીધે જ ફરીથી લોકડાઉન લાગુ કરવું પડ્યું છે. ત્યારે લગભગ સામાન્ય સ્થિતિમાં પાછા ફરી ગયેલા ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા શહેર સિડનીમાં  શનિવારે બે સપ્તાહ માટે લોકડાઉનમાં લાગુ કરવામાં આવ્યું છે.

ઓસ્ટ્રેલિયામાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટનો ફેલાવો પણ ઝડપથી વધી રહ્યો છે અને તેના ફેલાવાને રોકવા માટે અહીં બે સપ્તાહનું કઠોર લોકડાઉન લગાવાયુ છે. સિડનીમાં અત્યાર સુધીમાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટના કુલ 80 કેસ નોંધાયા છે. સિડની શહેરની 10 લાખથી પણ વધુ વસ્તી હાલમાં લોકડાઉન હેઠળ છે. એવું માનવામાં આવતું હતું કે કોરોનાને કાબુ કરવામાં દુનિયામાં ઓસ્ટ્રેલિયા મોખરે છે. અહીં સરહદો બંધ કરીને, શારીરિક અંતર અને કોરોનાના બીજા નિયમોને અનુસરીને સખત રીતે પાલન કરવામાં આવી રહ્યું છે. આને કારણે, જ ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધીમાં કુલ 30,400 કેસ કોરોના ચેપના અને ફક્ત 910 લોકોના મૃત્યુ પણ નોંધાયા છે. નોંધનીય છે કે ઇઝરાયેલે કોરોના વાયરસના નવા ડેલ્ટા વેરિઅન્ટના ફેલાવાને ધ્યાનમાં લઈને બંધ જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનો નિયમ પણ ફરીથી રજૂ કર્યો છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલીયાના આરોગ્ય અધિકારીઓ પણ એવું કહે છે કે લોકડાઉન ઘણું જરૂરી હતું કારણ કે શહેરમાં ડેલ્ટા વેરિએન્ટના કેસો ખુબ ઝડપથી વધી રહ્યા છે. આ કરીને કોરોનાના વધતા જતા કેસો પણ ઘટાડી શકાય છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે સિડનીમાં આવા ચેપના 80 કેસ મળી આવ્યા છે, જે બે અઠવાડિયા પહેલા ચેપ લાગેલા કાર ડ્રાઇવર સાથે જ સંબંધિત છે, જેણે સિડની એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના ક્રૂ સભ્યોને ક્યુરેન્ટાઇન હોટલ લઈ ગયા હતા.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: