8 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

રાજ્યમાં કરફ્યુ ને લઈને બહાર પાડ્યું જાહેરનામું

  • રાજ્યમાં કરફ્યુને લઈને સરકારે બહાર પાડ્યું જાહેરનામું
  • હોટેલ,રેસ્ટોરન્ટ,ટેક અવે હોમ ડિલવરી સવારે ૯ થી રાત્રે ૯ વાગ્યા સુધી કરી શકાશે
  • દુકાનો માટેનો સમય સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધીનો જ રહેશે
  • રાત્રિ કરફ્યુ રાત્રે ૯ થી સવારે ૬ વાગ્યા સુધી અમલી રહેશે
  • આગામી ૪ જૂન સુધી આ જાહેરનામું અમલી રહેશે

કોરોના સંક્રમણને નાથવા હેતુ રાજય સરકારે રાત્રી કર્ફ્યું અમલી બનાવવાની સાથે સાથે વિવિધ પ્રતિબંધો પણ અમલી બનાવેલા છે. ત્યારે હવે રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થવાનું શરુ થયું છે. ત્યારે રાજ્ય સરકારે વિવિધ પ્રતિબંધોમાં આંશિક છુટછાટ આપવા અંગે ગુરુવારે જાહેરનામું બહાર પાડયું હતું.

રાજ્યમાં કોરોનાને સંક્રમણને કાબુમાં લેવા માટે અમલી બનાવવામાં આવેલા રાત્રી કર્ફ્યુંના સમયગાળામાં એક કલાકનો સમય ઘટાડવામાં આવ્યો છે. શુક્રવારથી રાજ્યમાં રાત્રી કર્ફ્યું રાતના ૯ કલાકથી સવારના ૬ કલાક સુધી અમલી રહેશે. જયારે પહેલા કર્ફ્યુની મુદત રાતના ૮ કલાકથી સવારના ૬ કલાક સુધીની હતી.રાજ્ય સરકારે ગુરુવારે બહાર પાડેલા જાહેરનામાં અનુસાર હોટેલ, રેસ્ટોરન્ટ,ટેક અવે હોમ ડિલવરી સવારે ૯ થી રાત્રે ૯ વાગ્યા સુધી કરી શકાશે જયારે દુકાનો માટેનો સમય સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધી નો રહેશે અને રાત્રિ કરફ્યુ રાત્રે ૯ થી સવારે ૬ વાગ્યા સુધી રહેશે.આ જાહેરનામું ૪ જૂન સુધી અમલી રહેશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજ્યમાં માર્ચ મહિના દરમિયાન કોરોના સંક્રમણના કેસમાં ધરખમ વધારો થવાનું શરુ થયું હતું જેના કારણે રાજ્ય સરકારે રાત્રી કર્ફ્યું સહિત આંશિક લોકડાઉન જેવા નિયમો અમલી બનાવ્યા હતા.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: