24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિની કરાઈ બદલી

  • રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિની કરાઈ બદલી
  • તમિલનાડુના ઓરોવિલ ફાઉન્ડેશનના બનાવાયા સેક્રેટરી
  • 3 વર્ષ માટે તેઓ ફાઉન્ડેશનના સેક્રેટરી તરીકે કાર્યકાળ સંભાળશે

ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવી બદલી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશન સચિવ તરીકે બદલી કરવામાં આવી છે. 3 વર્ષ માટે જયંતી રવિની બદલી કરવામાં આવી છે. જયંતી રવિને કેન્દ્રમા પ્રતિનિયુક્તી પર આદેશ કરાયા છે. રાજ્યમાં કોરોના કેસો ઘટાડો થતા જ આરોગ્ય સચિવની બદલી કરવામાં આવી છે.

રાજ્યમાં કોરોના કેસો ધીમે ધીમેં ઘટી રહ્યા છે. ગુજરાતના આરોગ્ય સચિવ જયંતી રવિ ની બદલી કરવામાં આવી છે. તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશન સચિવ તરીકે બદલી કરવામાં આવી છે. 3 વર્ષ માટે જયંતી રવિની બદલી કરવામાં આવી છે. જયંતી રવિને કેન્દ્રમા પ્રતિનિયુક્તી પર આદેશ કરાયા છે. ગુજરાતમાં કોરોનાની પ્રથમ લહેર બાદ જયંતિ રવિએ પોતાની બદલી ગુજરાત બહાર ખાસ કરીને તામિલનાડુમાં કરવા માટેની રજૂઆતો કરી હતી. પરંતુ રાજ્યમાં કોરોનાની બીજી લહેર ભારે કહેર વર્તાવતા કેન્દ્ર સરકારે પણ જયંતિ રવિની બદલી તે સમયે અટકાવી દીધી હતી. જ્યારે હાલ બીજી લહેરમાં કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો થતા અને ત્રીજી લહેર આવે તે પહેલા જયંતિ રવિની બદલી કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોના શરૂ થતાની સાથે જ આરોગ્ય સચિવ તરીકે જયંતિ રવિના માથે મોટી જવાબદારી આવી પડી હતી. રાજ્યમાં કોરોનાના કેસોની સાથે હોસ્પિટલ, બેડ, સારવાર, ટેસ્ટિંગ, ટ્રેસિંગની પણ સંપૂર્ણ જવાબદારી હતી. કોરોનાની પ્રથમ લહેર દમિયાન પણ ગુજરાતનું આરોગ્ય તંત્ર નિષ્ફળ ગયું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસોને કાબુમાં લાવવા માટે જયંતિ રવિ દ્વારા આપવામાં આવતી સલાહ અને સૂચનોને કેટલાક ચોક્ક્સ અધિકારીઓ અવગણીને સરકાર સાથે બેસી જયંતિ રવિની ઉપરવટ જઈને નિર્ણયો લેતા હોવાની ફરિયાદોને આધારે જયંતિ રવિ નારાજ હતા. તેમની એકાએક ટ્રાન્સફર કેમ આપવામાં આવ્યું તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: