12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

હોળી ઉજવણી અંગે રાજ્ય સરકારના દિશા નિર્દેશ

  • રાજ્યમાં હોળી- ધુળેટીની ઉજવણી સંદર્ભે  માર્ગદર્શિકા જાહેર.
  • રાજ્યના ગૃહ વિભાગ દ્વારા માર્ગદર્શિકા કરાઈ પ્રસિદ્ધ
  • મર્યાદિત સંખ્યામાં પરંપરાગત હોળી પ્રગટાવી પ્રદક્ષિણા કરી શકાશે
  • હોળી પ્રદક્ષિણા વખતે વધુ ભીડ ન થાય એ જવાબદારી આયોજકોની.
  • ધુળેટીના દિવસે જાહેરમાં અને સામુહિક કાર્યક્રમો પર પ્રતિબંધ

હોળી અને ધુળેટીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તેને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. રાજ્ય સરકારે બુધવારે હોળી અને ધુળેટીની ઉજવણી સંદર્ભે માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરી હતી.જે અનુસાર હવે હોળીની પ્રદક્ષિણા દરમિયાન વધારે ભીડ એકઠી ના થાય તેની જવાબદારી આયોજકોની રહેશે જયારે ધુળેટીના દિવસે જાહેરમાં અને સામુહિક કાર્યક્રમ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

દેશ સહીત સમગ્ર વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઇ ગઈ છે ત્યારે ગુજરાતમાં દર વર્ષે મોજ-મસ્તીના અંદાજમાં ઉજવાતો હોળી અને ધૂળેટીના તહેવાર પર કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે હોળી અને ધુળેટીના તહેવારની ઉજવણી સંદર્ભે માર્ગદર્શિકા બહાર પાડી છે.રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર અનુસાર હોળી પરંપરાગત રૂપે મર્યાદિત રીવાજો સાથે મનાવી શકાશે.જયારે ધુળેટીના દિવસે સાર્વજનિક સમારંભ અને ભીડ એકઠી કરનાર ઇવેન્ટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બુધવારે પ્રસિદ્ધ કરાયેલ પરિપત્ર અનુસાર હોળી અને ધુળેટીની ઉજવણી સંદર્ભે માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરી હતી.જે અનુસાર હવે હોળીની પ્રદક્ષિણા દરમિયાન વધારે ભીડ એકઠી ના થાય તેની જવાબદારી આયોજકોની રહેશે જયારે ધુળેટીના દિવસે જાહેરમાં અને સામુહિક કાર્યક્રમ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: