23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

ધોરણ 9થી 12 અને કોચિંગ ક્લાસિસ પુન: શરૂ કરવા મળી મંજૂરી

  • હોસ્ટેલ ખોલવા માટે અભ્યાસ બાદ લેવાશે નિર્ણય
  • રાજ્યમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓની સ્કૂલમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા વધારાઈ
  • સ્કૂલમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા 31 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી

2020ના વર્ષમાં કોરોનાની મહામારીને કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલો અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરીને બાળકો અભ્યાસથી વંચિત ના રહી જાય તે માટે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. તેમજ નવા વર્ષની શરૂઆત સાથે 11 જાન્યુઆરીના રોજ રાજ્યમાં ધોરણ 10 અને 12ની સ્કૂલો શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ ​​​​​​ આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક પૂરી થયા બાદ ધોરણ 9થી 11ની સ્કૂલો ખોલવાની જાહેરાત કરવામાં આવી છે.જેની સાથે સાથે વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેના કોચિંગ ક્લાસિસ પણ પુન: શરૂ કરી શકાશે. તેમજ કોલેજ કક્ષાએ પ્રથમ અને બીજા વર્ષનું શૈક્ષણિક કાર્ય પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: