- ગુજરાતથી મધ્યપ્રદેશ, રાજસ્થાન વચ્ચેની એસટી બસ સેવા ફરીથી પૂર્વવત થશે
- કોરોના કેસોમાં ઘટાડો થતા એસટી બસ સેવા પુનઃ શરુ કરાઈ
- 31 મે થી ગુજરાતમાં એસ.ટી.બસમાં મુસાફરીની અપાઈ હતી છૂટ
રાજ્યમાં તેમજ દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. કોરોના કેસો વધતા ગુજરાત સરકારે એસટી બસ સેવાઓ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ત્યારે કોરોના કેસો ઘટતા ગુજરાતથી મધ્યપ્રદેશ, રાજસ્થાન વચ્ચેની એસટી બસ સેવા ફરીથી પૂર્વવત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
દેશમાં કોરોના સંક્રમણ ધીમે ધીમે કાબુમાં આવી રહ્યું છે. કોરોના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. પરંતુ કોરોના કેસો વધતા ગુજરાત સરકારે એસટી બસ સેવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ત્યારે ત્યારે કોરોના કેસો ઘટતા ગુજરાતથી મધ્યપ્રદેશ, રાજસ્થાન વચ્ચેની એસટી બસ સેવા ફરીથી પૂર્વવત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એસટી વિભાગે જણાવ્યું કે કોરોનાને લીધે સાત એપ્રિલથી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જ્યારે 10 મેથી રાજસ્થાન રાજ્યમાં આતંરરાજ્ય સંચાલન હંગામી ધોરણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો હતો. મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાનમાં ધીમે ધીમે છુટછાટ આપવામાં આવી રહી છે. આંતરરાજ્ય સર્વિસ શરૂ કરતા અગાઉ જે તે રાજ્યને લાગુ પડતી બોર્ડર પરની આરટીઓ કચેરી પર આંતરરાજ્ય સંચાલન શરૂ કરવાની તમામ કાર્રવાઈ પૂર્ણ કરી સંચાલન શરૂ કરવાના નિર્દેશ કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે 31 મેં થી ગુજરાતની એસ.ટી.બસમાં મુસાફરી કરવાની છૂટ આપવામાં આવી હતી. કોરોના કેસો ઘટતા એસ.ટી.બસમાં 75 ટકા સિટિંગ કેપેસીટી સાથે મુસાફરી થઈ શકશે. આ અગાઉ 50 ટકાની ક્ષમતા સાથે મુસાફરીને છુટ આપવામાં આવી હતી.