8 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

કોરોના સંક્રમણને અટકાવવા સાત દિવસ સ્વંયંભુ બંધ

  • સાબરકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે વધી રહ્યું છે કોરોના સંક્રમણ
  • વધતા સંક્રમણને અટકાવવા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય
  • હિંમતનગરનું કાણીયોલ ગામ આજથી સાત દિવસ માટે સ્વયંભુ સજ્જડ બંધ
  • માત્ર સવાર સાંજ બે કલાક આવશ્યક ચીજ વસ્તુની દુકાનો રહશે શરૂ

સાબરકાંઠા જીલ્લા સહીત સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે એને અટકાવવા માટે લોકો સ્વયભું લોકડાઉન કરી રહ્યા છે.અત્યાર સુધીમાં સાબરકાંઠા જીલ્લામાં 5000 જેટલા કોરોના પોઝેટીવ કેસ નોધાઇ ચુક્યા છે ત્યારે વધતા સંક્રમણને અટકાવવા માટે ગામડાઓ સ્વંયભુ બંધ પાળવા તરફ આગળ આવ્યા છે.જિલ્લાના મુખ્યમથક હિંમતનગરના કાણીયોલ ગામ માં વધતા કોરોના સંક્રમણ ને અટકાવવા માટે ગામને સાત દિવસ સંયભુ બંધ રાખવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે.ગામના આગેવાનોએ બેઠક કરી ગ્રામજનોની સુખાકારી માટે સાત દિવસ સંપૂર્ણ લોકડાઉન રાખવાનો નિર્ણય કરાયો છે જેનો આજથી ગામમાં ચુસ્ત અમલ જોવા મળી રહ્યો છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કાણીયોલ ગામમાં આશરે 2200 જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે ગામમાં વસતા ગ્રામજનો મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે સંક્રયેલ છે ત્યારે ગામમાં સ્થાનિકોને કોરોના કેસ પોઝીટીવ આવ્યા છે અને કોરોના સંક્રમણ વધે નહીં એ માટે ગ્રામજનોએ સાત દિવસ ગામ સ્વંયભુ સજ્જડ બંધ પાળ્યું છે.ગામમાં આવેલ તમામ દુકાનો પણ બંધ રહશે અને આવશયક ચીજ વસ્તુની દુકાન સવાર સાંજ બે બે કલાક શરૂ રહેશે ત્યારબાદ તમામ દુકાનો પણ બંધ રાખવાનો નિર્ણય ગ્રામજનોએ કર્યો છે ત્યારે આજથી અમલ થયેલ સ્વંયભુ બંધનું ચુસ્ત પણે અમલ જોવા મળી રહ્યો છે.

એક તરફ રાજ્યમાં દિન પ્રતિદિન કોરોના કેસોમાં ધરખમ વધારો નોંધાઇ રહ્યો છે તો બીજી તરફ વધતા સંક્રમણ ને અટકાવવા માટે ગામડાઓ સ્વંયભુ બંધ પાળી રહ્યા છે.સરકાર દ્વારા મહાનગરોમાં રાત્રી કરફ્યુ અમલ કરી સંક્રમણ અટકાવવા પ્રયત્ન કરી રહ્યુ છે તો બીજી તરફ સ્થાનિકો સ્વંયભુ પણ બંધ પાળી કોરોના સંક્રમણ ઘટાડવા ના પ્રયત્નો કરી રહ્યા છે…

પ્રફુલ બારોટ લાઈવ ગુજરાત ન્યુઝ સાબરકાંઠા

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: