22 C
Ahmedabad
Friday, January 14, 2022
spot_imgspot_img

Latest Posts

યુપીમાં ચુંટણીને લઇ ગરમાયું તંત્ર

  • યુપીમાં ચુંટણીને લઇ ગરમાયું તંત્ર
  • લખીમપુરમાં SPનાં ઉમેદવારનું થયું વસ્ત્રહરણ
  • કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી ટ્વીટમાં CM અને PMને કર્યા સવાલો

ઉત્તરપ્રદેશમાં બ્લોક પ્રમુખની ચૂંટણી અંતર્ગત ઉમેદવારીપત્રક ભરવાના છેલ્લા દિવસે લખીમપુર ખીરીમાં એક શરમજનક ઘટના સામે આવી છે. જિલ્લાના પસગવાં બ્લોકમાં સપાના ઉમેદવાર રીતસિંહની ઉમેદવારી ભાજપના કાર્યકર્તાઓએ રોકી હતી. આરોપ છે કે બ્લોકમાં દાખલ થવા જઈ રહેલી સપાના ઉમેદવાર સાથે ભાજપના કાર્યકર્તાઓએ મારામારી અને ગેરવર્તણૂક પણ કરી, એટલું જ નહીં તેમની સરેઆમ બધાની સામે સાડી પણ ખેંચી હતી.

સમર્થક ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ધૌરહરાથી સાંસદ રેખા વર્માના સંબંધીઓ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ ઘટના સામે આવ્યા બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી અને સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કાયદા વ્યવસ્થા પર સવાલ ઊભા કર્યા છે અને સરકાર પર જોરદાર પ્રહાર કર્યા છે. કોંગ્રેસના યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ મામલે જોડાયેલો એક વીડિયો ટ્વિટ કરતા યોગી અને મોદી સરકાર પર પ્રહારો કર્યા છે.

પ્રિયંકાએ ટ્વીટમાં CM અને PMને  સવાલો કર્યા છે. જેના  કેટલી જગ્યાએ બોમ્બ ફેંકાયા, ગોળીબારી અને પથ્થરમારો કર્યો . તો કેટલા લોકોનાં ઉમેદવારીપત્રકો લૂંટ્યાં  સાથે કેટલા પત્રકારોને માર્યા  તેમજ  કેટલી જગ્યાએ મહિલાઓ સાથે ગેરવતર્ણૂક થઈ કાયદો વ્યવસ્થાની આંખ પર પટ્ટી બાંધીને, લોકતંત્રનું ચીરહરણ થઈ રહ્યું છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: