23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

સોનિયા ગાંધી આજે સાંજે 15 વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સાથે કરશે વર્ચ્યુઅલ બેઠક

  • સોનિયા ગાંધી આજે સાંજે 15 વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સાથે કરશે વર્ચ્યુઅલ બેઠક
  • મમતા, ઉદ્ધવ સહિત અનેક દિગ્ગજ નેતાઓ પણ આ બેઠકમાં થશે સામેલ
  • AAP અને BSPને બેઠકમાં ન અપાયું આમંત્રણ
  • આગામી ચૂંટણી બાબતે બેઠકમાં થઇ શકે છે ચર્ચા વિચારણા

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે સાંજે 4 વાગ્યે 15 વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરશે.જેમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન, મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે, NCP પ્રમુખ શરદ પવાર સહિત વિપક્ષી દળોના ઘણા મોટા નેતાઓ તેમાં સામેલ થશે આ વર્ચ્યુઅલ મીટીંગમાં સામેલ થશે. વધુ મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીને આમંત્રણ મોકલવામાં આવ્યું નથી.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે સાંજે 4 વાગ્યે 15 વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરશે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન, મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે, NCP પ્રમુખ શરદ પવાર સહિત વિપક્ષીદળોના ઘણા મોટા નેતાઓ તેમાં સામેલ થશે. જો કે આમ આદમી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીને આમંત્રણ મોકલવામાં આવ્યું નથી.આ બેઠક દ્વારા વિપક્ષી પાર્ટીઓ શાસક ભાજપને પોતાની એકતા પણ બતાવશે. હાલના ચોમાસુ સત્ર દરમિયાન, પેગાસસ જાસૂસી કૌભાંડ, ખેડૂત આંદોલન, મોંઘવારી અને અન્ય મુદ્દાઓ પર સંસદમાં વિપક્ષે સરકારને ઘેરી લીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ દિવસોમાં વિપક્ષી પાર્ટીઓમાં સારી એકતા નજરે પડી રહી છે.વિપક્ષી પાર્ટીઓ આગામી વર્ષે યુપી સહિત અનેક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અંગે પણ વાતચીત કરી શકે છે. અહીં પણ તેમની યોજના એકજૂથ થઈને ચૂંટણી મેદાનમાં ઉતરવાની છે. વિરોધ પક્ષોની સક્રિયતા તેનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.આ સિવાય વિપક્ષી પાર્ટીઓ અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અને ઉત્તરપૂર્વના કેટલાક હાલની કેટલીક ઘટનાઓને લઈને રાષ્ટ્રીય સુરક્ષા અંગે સરકારને પ્રશ્ન કરી શકે છે.કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ મહિને વિપક્ષી પાર્ટીના નેતાઓ સાથે બ્રેકફાસ્ટ બેઠક યોજી હતી. તેમાં 14 પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. આ બ્રેકફાસ્ટ પોલિટિક્સનો હેતુ વિપક્ષને એકસાથે રાખવાનો પ્રયાસ હતો. સાથોસાથ, પેગાસસ જાસૂસી કાંડ જેવા મુદ્દાઓ પર સંસદમાં સરકારની ઘેરાબંધી માટે વ્યૂહરચના તૈયાર કરવામાં આવી. બેઠક બાદ રાહુલ ગાંધી સાયકલ દ્વારા સંસદ માટે રવાના થયા હતા. તેમના સાથે વિપક્ષી દળોના નેતાઓ પણ સાયકલ પર સંસદ પહોંચ્યા હતા.હાલમાં જ મમતા બેનર્જીએ દિલ્હીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ સોનિયા ગાંધી સહિત અન્ય ઘણા નેતાઓને મળ્યા હતા. આ બેઠક દ્વારા તેમણે કેન્દ્રને સંદેશ આપ્યો કે વિપક્ષ જેટલુ નબળું લાગે છે તેટલુ નબળું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિપક્ષી પાર્ટીઓ આગામી લોકસભાની ચૂંટણી સાથે મળીને લડવાની યોજના બનાવી રહી છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: