20 C
Ahmedabad
Sunday, January 23, 2022
spot_imgspot_img

Latest Posts

પંચમહાલમાંથી SOGએ કરી આરોપી ફાર્માસિસ્ટની ધરપકડ

  • પંચમહાલમાંથી SOGએ કરી આરોપી ફાર્માસિસ્ટની ધરપકડ
  • સરકારી ફાર્માસિસ્ટ પોતાના ઘરે ગેરકાયદેસર રીતે કરતો હતો કોરોના ટેસ્ટ
  • વધુ પૈસાની લાલચમાં સરકારી ફાર્માસિસ્ટ કરતો હતો ટેસ્ટ

હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે, બીજી તરફ કોરોના સારવાર માટે વપરાતી દવાઓ અને ઈન્જેકશનના કાળાબજાર થવાની એક ઘટના પ્રકાશમાં આવી રહી છે. ત્યારે કાળા બજારીની શક્યતા વચ્ચે જિલ્લા પોલીસ વડા ડૉ.લીના પાટીલે જિલ્લામાં આવા તત્વો પર બાજ નજર રાખવા માટે સૂચના આપવામાં આવી હતી. ત્યારે પંચમહાલ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના પોલીસ ઇન્સ્પેકટર મયંક પંડ્યાને બાતમી મળી હતી કે ગોધરા ટાઉન વિસ્તારમાં આવેલી રાણી મસ્જીદના મીઠીખાન મહોલ્લામાં રહેતો રિઝવાન અહેમદભાઈ જમાલ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવામા આવેલી કોવિડ રેપિડ એન્ટીજન ટેસ્ટ કિટ દ્વારા પોતાના ઘરે કેટલાક દર્દીઓના ગેર કાયદેસર રીતે કોરોના ટેસ્ટ કરે છે. અને રેપીડ ટેસ્ટ કરવાની વધુ કિંમત વસુલે છે. તેની પાસે રેપીડ કિટનો જથ્થો પણ છે, આ બાબતે એસઓજી ટીમ દ્વારા જાણકાર જીલ્લા ફાર્માસિસ્ટ અધિકારી બોલાવીને તેમજ પોલીસ ટીમ સાથે રાખીને બાતમીવાળી જગ્યાએ રેડ કરતા 7 બોકસમાંથી 135 નંગ જેટલી રેપિડ એન્ટીજન ટેસ્ટ કીટ મળી આવી હતી. સરકારી ફાર્માસિસ્ટ હોય અને રેપિડ એન્ટીજન કીટ પોતાના ઘરે ન રાખી શકાય તેવુ જાણવા છતા અંગત કામ કરીને આર્થિક લાભ મેળવવાની લાલચમાં સરકારી ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતો રિઝવાન અહેમદભાઈ જમાલ પકડાઇ ગયો હતો. પોલીસે રેપીડ ટેસ્ટીંગ કીટનો 2,02,500 રૂપિયાનો જથ્થો જપ્ત કરીને ગોધરા બી ડીવિઝન પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સીરાજ જરગાલ  લાઈવ ગુજરાત ન્યુઝ પંચમહાલ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: