27.2 C
Ahmedabad
Sunday, November 28, 2021
spot_imgspot_img

Latest Posts

કાંકરેજ તાલુકાના ઉબરી ખાતે ખાણ-ખનિજ વિભાગનો સપાટો

  • કાંકરેજ તાલુકાના ઉબરી ખાતે ખાણ-ખનિજ વિભાગનો સપાટો
  • ખનીજ ચોરી કરતા બે હીટાચી મશીન સહીત ૨૧ ડમ્પર જપ્ત કરવામાં આવ્યા
  • પાટણ અને બનાસકાંઠા જીલ્લાની ટીમો સંયુકત રીતે ખનીજચોરો પર ત્રાટકી
  • બિનઅધિકૃત ખોદકામ કરતાં ખનીજ માફિયાઓમાં ફેલાયો ફફડાટ

બનાસકાંઠા જિલ્લામાં ખનિજ ચોરો ઉપર ભૂસ્તર વિભાગ દ્વારા અવાર– નવાર સપાટો બોલાવવામાં આવે છે. ખાનગી રાહે આકસ્મિક તપાસ કરી વિવિધ માધ્યમોથી ખનિજ ચોરી કરતા તત્વો ઉપર ચાંપતી નજર રાખવામાં આવે છે. ત્યારે ગતરોજ વહેલી સવારે પાટણ જિલ્લાની હદમાં આવેલ દેલીયાથરા ગામને અડીને આવેલ કાંકરેજ તાલુકાના ઉંબરી ગામની હદમાં પસાર થતી બનાસનદીના પટમાંથી બિનઅધિકૃત ખોદકામ કરતાં બે હીટાચી મશીનો સહી ૨૧ ડમ્પરો જપ્ત કરવામાં આવતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

પાટણ જિલ્લાની હદમાં આવેલ દેલીયાથરા ગામને અડીને આવેલ કાંકરેજ તાલુકાના ઉંબરી ગામની હદમાં પસાર થતી બનાસનદીના પટમાંથી બિનઅધિકૃત ખનીજ ખનન થતું હોવાની બાતમીને આધારે પાટણ અને બનાસકાંઠા જીલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમ સંયુક્ત રીતે ત્રાટકતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો. જયારે સ્થળ ઉપરથી ખનિજ ચોરીમાં સંડોવાયેલા સાદીરેતી ભરેલા ૮ ડમ્પરો અને બિનઅધિકૃત રીતે રોયલ્ટી વગર રેતી ભરવા આવેલા ૧૩ ખાલી ડમ્પરો જપ્ત કરી આ તમામ વાહનોને શિહોરી પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરીને મુકવામાં આવેલ છે. હાલ સ્થળ ઉપરથી વાહનો સહિત અંદાજે ચાર કરોડનો મુદામાલ જપ્ત કરેલ છે. અને પત્યેક વાહન માલિકને વસુલાત માટે નોટીસ આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. ગતરોજ વહેલી સવારે પાટણ જિલ્લામાં દેલીયાથરા ગામમાં અને બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઉંબરી ગામે ખનિજ ચોરી થતી હોવાની ફરીયાદના ઉપક્રમે ખાણ ખનિજ વિભાગની પાટણ અને બનાસકાંઠા જિલ્લાની ટીમો સંયુકત રીતે ત્રાટકી હતી. અને સ્થળ ઉપરથી ૨૧ ડમ્પરો સહિત બે હીટાચી મશીનો જપ્ત કરતાં ખનિજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. મોટી સંખ્યામાં વાહનો પકડાવાના કારણે સ્થળ પર મોટી ભીડ ભેગી થઈ હતી. અને કેટલાક વાહન માલિકો દ્વારા ખાણ અને ખનિજ વિભાગની ટીમો સાથે રકઝક કરતા પોલીસની મદદ લેવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે ખાણ ખનિજ વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી કાંકરેજ અને ડીસા સહિતના વિસ્તારોમાં અનેકવાર છાપા મારીને મોટી ખનિજ ચોરી પકડી પાડવામાં સફળતા પ્રાપ્ત કરેલ છે. જેને લઈને સરકારશ્રીની રોયલ્ટી અને દંડની આવકમાં વિક્રમજનક વધારો થયેલ છે. ખનિજ ચોરીના આ મેગા ઓપરેશન પાર પાડવામાં બનાસકાંઠા જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોષીની ટીમ અને પાટણ જિલ્લા મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી અલખ પ્રેમલાણીની ટીમ દ્વારા સવારે ૬-૦૦ કલાકથી મોડી સાંજ સુધી ઉપરોકત ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડવામાં અઆવ્યું હતું.  આગામી સમયમાં પણ જિલ્લાના તમામ વિસ્તારોમાં સઘન ચેકીંગ કરી ખનિજ ચોરોને કાયદાનો પાઠ ભણાવવામાં આવશે. હાલ તો આ પકડાયેલા બે હિટાચી મશીન અને 21 ડમ્પરો શિહોરી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. અને આગળની તપાસ ચાલુ છે.

રાજ ગજ્જર લાઈવ ગુજરાત ન્યુઝ બનાસકાંઠા

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: