12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

રાજ્યના સમસ્ત મહાજન દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીની કરાઈ રજત તુલા

  • રાજ્યના સમસ્ત મહાજન દ્વારા મુખ્યમંત્રી  વિજય રૂપાણીની કરાઈ રજત તુલા
  • મુખ્યમંત્રીની રજત તુલામાં આવી 85 કિ.ગ્રામ ચાંદી
  • પશુધનના કલ્યાણના ઉપયોગમાં લેવાશે આ ચાંદી

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સમસ્ત મહાજન દ્વારા રજત તુલા કરવામાં આવી  હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અબોલ પશુ જીવો પ્રત્યે  આગવી સંવેદના વ્યક્ત કરીને રજત તુલામાં મળેલી 85 કિ.ગ્રામ ચાંદી રાજ્યની પાંજરાપોળોના મૂંગા પશુધનના કલ્યાણ કામો માટે ઉપયોગમાં લેવા અર્પણ કરી હતી. 

મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ અબોલ-મૂંગા પશુજીવો પ્રત્યે પોતાની આગવી સંવેદના પ્રગટ કરતા કહ્યું કે, તેમની આ રજત તૂલામાં આવેલી  85 કિ.ગ્રામ ચાંદીની રાશિ રાજ્યની ગૌશાળા પાંજરાપોળના મૂંગા પશુધનના કલ્યાણ કાર્યો માટે ઉપયોગમાં લેવાશે. સાથે વધુમાં મુખ્યમંત્રી એ  ઉમેર્યુ હતું કે આપણું ગુજરાત હેમચંદ્રાચાર્ય, મહાત્મા ગાંધી, સરદાર સાહેબનું ગુજરાત છે. જીવદયા આપણા સંસ્કાર છે ત્યારે અહિંસા પરમો ધર્મના મંત્રને આત્મસાત કરીને રાજ્યમાં ગૌ વંશ હત્યા કાનૂન કડક બનાવાયા છે.

સાથે જ ગૌવંશ હત્યા કરનારને 14 વર્ષ જેટલી આકરી કેદની સજાની જોગવાઇ કરીને આ કાયદો વધુ સુદ્રઢ બનાવ્યો છે. કરૂણા અભિયાન 350 જેટલા ફરતા પશુ દવાખાના, પાંજરાપોળના પશુઓને સહાય જેવા અનેક સંવેદનાસ્પર્શી પગલા આ સરકારે જિવદયાની પ્રેરણાથી લીધા છે. આ સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના કનોડા, ગાંભુ અને પિલુચા ગામોમાં ગૌચર વિકાસ કામોનો ડિજીટલી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શ્રીમતી વર્ષાબહેન દોશી, સમસ્ત મહાજનના ટ્રસ્ટ્રીઓ અશોકભાઇ, લલીતભાઇ ધામી અને અગ્રણીઓ તેમજ અંજલિ બહેન રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: